Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

નિયા શર્મા નવા વર્ષમાં પોઝિશન જાળવી રાખવા મક્કમ

ટીવી પરદાની સુંદરી નિયા શર્મા વર્ષ ૨૦૧૮માં એશિયાની બીજી સોૈથી સેકસી મહિલા રહી ચુકી છે. નિયા પોતાની આ પોઝિશનને જાળવી રાખવા સતત પ્રયાસ કરતી રહે છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં તેની નામના છે. તાજેતરમાં આ ટીવી અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં તે હોટ દેખાઇ રહી છે. 'એક હજારો મેં મેરી બહેના હૈ' નામના શો થકી જાણીતી બનેલી નિયાએ વર્ષ ૨૦૧૯ માટે પોતાનું લક્ષ્ય નક્કી કરતી તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં તેણે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે. તે ખુબ જ આકર્ષક અને હોટે ખાઇ રહી છે. નિયા અવાર-નવાર પોતાની આવી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર પોતાના ડ્રેસિંગને કારણે ટ્રોલ પણ થતી રહે છે. પણ તેને ટ્રોલર્સને સારી રીતે જવાબ આપતા આવડે છે. નિયાના શો જમાઇ રાજાને પણ દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો. જેમાં તેની સાથે રવિ દુબે હતો.

(10:12 am IST)