Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

કેટરીનાએ ચાહકોને આપ્યો આઘાત

અભિનેત્રી કેટરીના કૈફએ રેમો ડિસૂઝાન આગામી ફિલ્મ છોડી દીધી છે. આ ફિલ્મમાં વરૂણ ધવન મુખ્ય ભૂમિકામાં છે. કેટરીના અને વરૂણ બંને શાનદાર ડાન્સર છે. વરૂણ આ પહેલા પણ રેમોની ડાન્સ આધારીત ફિલ્મ એબીસીડી-૨માં કામ કરી રચુકયો છે. કેટરીના હાલમાં સલમાન ખાન સાથેની ફિલ્મ 'ભારત'ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના વ્યસ્ત શેડ્યુલને કારણે કેટરીનાને રેમોની ફિલ્મ છોડવી પડી છે. કેટરીનાના પ્રવકતાના કહેવા મુજબ ભારતના શુટીંગમાં તારીખો આપી દીધી છે અને તેનું ઘણું કામ બાકી છે. આ કારણે વરૂણ ધવન સાથેની ફિલ્મની તારીખો ભારતને આપેલી તારીખો સાથે થઇ જતી હતી. જેથી હાલ કેટરીનાએ આ ફિલ્મ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. આ કારણે વરૂણ અને કેટરીનાને સાથે જોવા ઇચ્છતા ચાહકોને આઘાત લાગ્યો છે.

 

(10:12 am IST)