News of Friday, 1st June 2018

ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લૈલા મજનુના ફર્સ્ટ લૂક લોન્ચ

મુંબઇટોચના ફિલ્મ સર્જક  ઇમ્તિયાઝ અલીની નવી ફિલ્મ લૈલા મજનુના ફર્સ્ટ લૂકને ગુરુવારે રિલિઝ કરાયો હતો. પહેલી જૂને  શુક્રવારે એનું ટીઝર રજૂ કરવાની ઇમ્તિયાઝની યોજના હતીબાલાજીની એકતા કપૂર ફિલ્મની નિર્માત્રી છે. હજુ જો કે સ્ટાર કાસ્ટ ફાઇનલ થઇ નથી. પરંતુ ઇમ્તિયાઝે રજૂ કરેલી સ્ક્રીપ્ટ અને ફિલ્મની આઉટલાઇન એકતાને પસંદ પડી હતી. શુક્રવારે પહેલી જૂને એકતા અને રિયા કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગની સાથોસાથ લૈલા મજનુનું ટીઝર રજૂ કરવાની એની યોજના હતી.અગાઉ પણ લૈલા મજનુ વિશે એક કરતાં વધુ ફિલ્મો બની હતી અને જે તે સમયના દર્શકોને ગમી હતી. ઇમ્તિયાઝ સેંકડો વરસો જૂની કથામાં શું નવું કરવાનો છે હજુ જાહેર થયું નથી.પરંતુ ઇમ્તિયાઝ કાયમ કંઇક નવું કરતો રહ્યો છે અને નિતાંત વ્યાપારી ભેજું ધરાવતી એકતાને એની સ્ક્રીપ્ટ ગમી છે એટલે કંઇક તો હશે. ઇમ્તિયાઝની નિકટનાં સૂત્રોએ કહ્યું કે સૈકાઓ જૂની પ્રણય કથાને ઇમ્તિયાઝ આજના સંદર્ભમાં રજૂ કરવાનો છે. ફિલ્મનું ડાયરેક્શન ઇમ્તિયાઝનો ભાઇ સાદ અલી કરશે એવું પણ જણાવવામાં આવ્યું હતું.ઇમ્તિયાઝે એક ફોટોગ્રાફ સાથે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની જાહેરાત કરી હતી અને એમાં જણાવ્યું હતું કે એકતા નિર્મિત ફિલ્મનો પ્રસ્તુતકર્તા હું રહીશ.

(5:28 pm IST)
  • બ્લેકમનીની માહિતી આપનારને મળશે 5 કરોડ સુધીનું ઇનામ : કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે : વિગત આપનારનું નામ ગુપ્ત રાખવા કોડ અપાશે : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નવી સ્કીમ લાગુ કરી છે જેમાં કાળું નાણુંની માહિતી આપનારને ઇનામ મળશે : સીબીડીટીએ આઇટી ઈન્ફોરમેશન રીવોર્ડસ સ્કીમ જાહેર કરી છે બ્લેકમની અંગે માહિતી આપનારને 5 કરોડ સુધીનું ઈનામ મળશે ફોરેન બ્લેક મની કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે અને આ અંગેની માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવા કોડ અપાશે access_time 1:04 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં ફિદાયીન હુમલાની આશંકા :હાઇએલર્ટ જાહેર :ગુપ્તચરની સૂચનામાં આત્મઘાતી હુમલાની ભીતિ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ:આતંકીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં :શ્રીનગર અને જમ્મુમાં નાકાબંધી વાહનોની તપાસ અને હોટલ ધર્મશાળામાં ચેકીંગ શરુ :શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓમાં સતકર્તા વધારાઈ ;સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 1:06 am IST