Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વાટલીયા પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ ધંધુકીયાનો જન્‍મદિન

રાજકોટ :.. શ્રી મનસુખભાઇ સવજીભાઇ ધંધુકીયા વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટનું સતત બે દાયકાથી નેતૃત્‍વ કરી રહ્યા છે. વાટલીયા પ્રજાપતિ સમાજ અને સમસ્‍ત પ્રજાપતિ સમાજના સર્વાંગી વિકાસ માટે ત્રણ દાયકાથી સામાજિક અને રાજકિય ક્ષેત્રમાં સેવારત છે. વિવિધ સામાજિક સંસ્‍થાઓ જેવી કે સરગમ કલબમાં કમીટી મેમ્‍બર, રાજકોટ રામનાથપરા મુકિતધામના ટ્રસ્‍ટી અને ઇન્‍ચાર્જ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાના ટ્રસ્‍ટી તેમજ રાજકિય ક્ષેત્રે ભાજપ સંગઠનમાં કાર્યરત તેમજ બક્ષીપંચ સેલના રાજકોટ ખાતેના પ્રમુખ તરીકે ફરજ બજાવેલ.
શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજના સર્વાંગી વિકાસમાં સિંહફાળો આપવા બદલ વર્ષ-ર૦૧૭ માં શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજના મહા સંમેલનમાં પ્રમુખશ્રી મનસુખભાઇ સવજીભાઇ ધંધુકીયાને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે ‘જ્ઞાતિરત્‍ન' મળેલ.   યશસ્‍વી જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬ર માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. (મો. ૯૮ર૪ર ૧ર૦૦પ)

 

(10:51 am IST)