Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

દુરદર્શનના નિવૃત કેમેરામેન ડો.વિજયેશ્વર મોહનનો જન્મદિન

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ દૂરદર્શનમાં કેમેરામેન તરીકે કસબ અજમાવ્યા બાદ અનેક કાર્યક્રમો દ્વારા ટીવીનાં પરદા ઉપર અભિવ્યકત કરનાર ડો. વિજયેશ્વર મોહનનો આજે જન્મ દિન છે. અલગ-અલગ વિષયોને આવરી લઇને તેમણે કાર્યક્રમોનું નિર્માણ પણ કર્યું. તેમનાં જીવન સાથી આભાબેન પણ દૂરદર્શનમાં એન્જિીનીયરનાં પદ ઉપર કાર્યરત છે. તેમનો પણ અનુઠો સહયોગ રહ્યો.

વિજયભાઇ કલાની જીવ... ઉપાસક એટલે નોકરી દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દૂરદર્શનની ધારાવાહીકમાં નારી પાત્રો વિષય લઇને પીએચ.ડી. ની પદવી મેળવી. તેમનાં રહેલા કવિ ને ઇજન મળ્યું અને 'ખુલી આંખ કે સપને' નામે હિન્દી કાવ્ય સંગ્રહ પ્રસિધ્ધ કર્યો. હવે તેઓ સેવા નિવૃત થયા છે પણ તેમનાં માં રહેલો ઉમદા કલા ઉપાસક વધુ સમૃધ્ધ થયો છે. કેમેરા સાથેનો નાતો વધુ ઘનિષ્ટ બન્યો છે. તેથી કન્હાઇ મલ્ટી મિડીયા નામે કાર્યક્રમોનું નિર્માણ કાર્ય શરૂ કર્યુ છે.

ઝવેરચંદ મેઘાણીનાં જીવન કવનને ઉજાગર કરતી ડોકયુમેન્ટરી શબ્દ ઝવેરી -ઝવેરચંદ મેઘાણીનું નિર્માણ કર્યુ જે રજૂઆતનાં પંથે છે.

આવા નખશિખ કલાકાર કસબી- કવિ મીત્ર વિજયભાઇને જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(12:48 pm IST)