Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

અબ કી બાર, ચેતન પાણ ચાલીસ પાર... હેપ્‍પી બર્થડે

મતક્ષેત્ર સરધાર, મળ્‍યો અપાર જનાધાર

રાજકોટ : સરધારથી અપાર જનાધાર  સાથે રાજકીય ઉંચાઇએ પહોંચેલા જાણીતા જનસેવક તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્‍યક્ષ શ્રી ચેતન પાણ માટે આજે જન્‍મદિનનો યાદગાર અવસર છે. જોગાનુંજોગ આજે હનુમાન જયંતી છે. તેમનો જન્‍મ ૧૯૮૪ ના વર્ષની ર૩ એપ્રિલે થયેલ. આજે ૪૧માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. અબ કી બાર, ચાલીસ પાર...

સરધાર નિવાસી ગુણવંતભાઇ અને જયાબેનના પુત્રરત્‍ન ચેતન પાણ વર્ષોથી ભાજપના રંગે રંગાયેલા છે. રાજકોટ તાલુકા પંચાયતના સભ્‍ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. ચેતન પાણ સરધારના સહકાર ગ્રામ વિકાસ યુવક મંડળના પ્રમુખ તરીકે વર્ષોથી કાર્યરત છે. જીવન સંગીની શ્રીમતી અસ્‍મિતાબેન અને દિકરો તિર્થ પરિવારની ખુશીની વૃધ્‍ધિમાં નિમિત બન્‍યા છે. શુભેચ્‍છકો કહી રહ્યા છે. ચેતનવંતો હેપ્‍પી બર્થડે...' મો. ૯૪ર૬૪ ૩૪૩૪પ, મો. ૯૮રપ૯ ૩૦૩૪પ સરધાર.

(11:14 am IST)