Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

અપૂર્વ મણીઆરનો જન્‍મદિવસ

પ્રવિણકાકા મણીઆર શૈક્ષણિક સંકુલના ચેરમેન

રાજકોટઃ જૈન અગ્રણી શિક્ષણવિદ શ્રી અપૂર્વભાઈ પ્રવિણભાઈ મણીઆર નો જન્‍મદિવસ છે.ᅠડીપ્‍લોમાં સીવીલ એન્‍જીનીયર કર્યા બાદ વ્‍યવસાયે તેઓ બીલ્‍ડર છે.ᅠનાનપણથી રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘનાં રંગે રંગાઈને પૂજય પ્રવિણકાકા ના રસ્‍તે ચાલી દેશભકિતના કાર્યો કરી રહયા છે.ᅠમે નહી તુ મે નહી હમ ની ભાવના સાથે વિવિધ સેવાકીય સંસ્‍થાઓમાં જોડાયેલા છે.ᅠવિદ્યાભારતી ગુજરાત પ્રાંતનાં પ્રદેશ ઉપાધ્‍યક્ષ, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સોેરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્‍ટ રાજકોટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર શૈક્ષણિક સંકુલ મારૂતિનગર, સરસ્‍વતી વિદ્યામંદિર સંકુલ, રણછોડનગર અને નવા થોરાળાનાં ચેરમેન પદ નિભાવી રહયા છે.ᅠરાજકોટ નાગરીક સહકારી બેન્‍ક ૧પ૦ ફુટ રીંગ રોડ બ્રાન્‍ચ નાગરીક બેન્‍કમાં કન્‍વીનર તરીકે તેઓ કાર્ય કરી રહયા છે.જન્‍મદિવસ નિમિતે મણીઆર પરિવાર, ચિતલીયા પરિવાર, વિવિધ સેવાકીય સંસ્‍થાઓનાં અગ્રણીઓ, રાજકોટ નાગરીક બેન્‍કનાં કમિટિ મેમ્‍બર તથા સભ્‍યો, શિશુમંદિર, વીવીપી ઈજનેરી કોલેજ, આર.એસ.એસ., વીએચપી, વિ.દ્વારા મો. ૯૪ર૬૪ ૪૯૭૯૬ ઉપર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.

(2:29 pm IST)