Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

આજે સાવરકુંડલાના પત્રકાર અમીતગીરી ગોસ્‍વામીનો જન્‍મદિન

સાવરકુંડલા તા.૨૯: અમરેલી જીલ્લા હોમગાર્ડ પબ્‍લિક રીલેશન ઓફિસર (પી.આર.ઓ.) સ્‍ટાફ ઓફિસર જનસંપર્ક અને પત્રકારત્‍વ વિભાગ માં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે થી માસ્‍ટર ડીગ્રી મેળવી સાવરકુંડલા તાલુકાના દિવ્‍ય ભાસ્‍કર ના રિપોર્ટર અમિતગીરી ગોસ્‍વામીનો આજે જન્‍મદિવસ છે.

ફ્રી લાન્‍સ જર્નાલિસ્‍ટ તેમજ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ માં પ્રચાર અને પ્રસાર વિભાગ ની જીલ્લા નું દાહિત્‍ય નિભાવનાર, અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલનાં પૂર્વ કન્‍વીનર, સાવરકુંડલા તાલુકા માં નાની ઉંમરમાં મોટું નામ ધરાવતા સેવાભાવી અને હંમેશા સાધુ સંતો ની સેવા માં રહેતા સેવાભાવી યુવાન, સાવરકુંડલા દશનામ ગોસ્‍વામી પ્રગતિ મંડળ ના ઉપપ્રમુખ, તેમજ દામનગર, લાઠી, વગેરે હોમગાર્ડ યુનિટો માં ઇન્‍ચાર્જ ઓફિસર કમાન્‍ડીંગ હોમગાર્ડ કમાન્‍ડર, ભાવનગર અષાઢી બીજ રથયાત્રા અને સુરત ગણેશ વિસર્જન બંદોબસ્‍ત માં અમરેલી જીલ્લાના ઈન્‍ચાર્જ રહી ચૂકેલા સાથે સાથે ફરજ બજાવી રાષ્‍ટ્રભાવના અદા કરી રહ્યા છ.

અમીતગીરી ગોસ્‍વામીને (મો.નં.૯૪૦૯૫ ૯૫૬૯૫) પર જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

 

 

 

(2:30 pm IST)