Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

મોટા ગજાના અને મજાના ઉદ્યોગપતિ કિરીટભાઇ આદ્રોજાનો જન્મદિન

રાજકોટ :.. સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉદ્યોગપતિ અને એન્જલ પંપના માધ્યમથી દેશ-વિદેશમાં વ્યાપાર કરતા કિરીટભાઇ આદ્રોજાનો આજે ૪૭ મો જન્મ દિવસ છે. સબમર્સીબલ પંપ, કેબલ, પાઇપ્સ અને સીરામીકના ઉદ્યોગ સાથે સંકળાયેલા કિરીટભાઇ આદ્રોજા વિશાળ વ્યાપારનું નેટવર્ક ધરાવે છે. એક મોટા ગજાના ઉદ્યોગપતિ હોવા ઉપરાંત શહેરની અસંખ્ય સામાજિક સેવા સંસ્થાઓ સાથે તન, મન અને ધનથી સંકળાયેલા છે. દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમના કોર કમિટીના સભ્ય ઉપરાંત સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ એવી સરગમ કલબના એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે પણ સેવા આપે છે. પાટીદાર સમાજના યુવા અગ્રણી અસંખ્ય સેવા સંસ્થા ઉપરાંત જ્ઞાતિ મંડળમાં પણ સતત સક્રિય રીતે સંકળાયેલા છે.

પાટીદાર સમાજની વિશાળ સભ્ય સંખ્યા ધરાવતી યુવી કલબની બીઝનેશ વિન્ગની જવાબદારી સંભાળવા ઉપરાંત જામનગર ખાતે આવેલ ૩૦૦ વર્ષ જુની દેશ - વિદેશમાં  પ્રસિધ્ધ શ્રી આણદાબાબા સેવા સંસ્થાના ટ્રસ્ટી તરીકે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. આ ઉપરાંત ઉમીયા ટ્રસ્ટ, સીદસર ટ્રસ્ટ અને સરદાર પટેલ ટ્રસ્ટ સાથે પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. રાજકોટ શહેરની અસંખ્ય સેવા સંસ્થાઓમાં તેમનું આગવું યોગદાન છે. વ્યાપાર ક્ષેત્રે કામ કરતી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ડાયરેકટર તરીકે પણ જવાબદરી સંભાળી ચૂકયા છે. લોધીકા જીઆઇડીસી (મેટોડા) માં પણ એસોસીએશન સાથે સક્રિય રહી પોતાનું આગવું યોગદાન આપે છે. વિશાળ મિત્ર વર્તુળ અને વ્યાપક સંબંધો ધરાવતા કિરીટભાઇ આદ્રોજાના જન્મદિને 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમના માવતરોએ પણ આશિર્વાદ પાઠવ્યા છે. તેમના જન્મદિને આજે શુભેચ્છા વર્ષા થઇ રહી છે. તેમના મો. નં. ૯૯૭૮૬ ૦૯૪૦૧ છે.

(3:11 pm IST)