Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ગ્રામ વિકાસ કમિશનર એસ.જે.હૈદરનો જન્મદિન

રાજકોટઃ ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને પંચાયત વિભાગના અગ્રસચિવ શ્રી એસ.જે.હૈદરમાં જન્મ તા.૩ ડીસેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બિહારના પટનાના વતની અને ૧૯૯૧ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. અગાઉ ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગરમાં જિલ્લા કલેકટર, શહેરી વિકાસ કંપનીમાં મેનેજીંગ ડીરેકટર, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ, પ્રવાસન વિભાગના અગ્રસચિવ વગેરે પદપર રહી ચૂકયા છે. ફોન.નં.૦૭૯-૨૩૨૫૩૪૬૧ મો.૯૯૭૮૪ ૦૬૦૮૦ - ગાંધીનગર

(12:31 pm IST)
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું જળસ્ત્રોત્ર પર અતિક્રમણને અપરાધ ગણાશે : કમલનાથે મંત્રાલયમાં પાણીના અધિકાર કેટ માટે બનેલી જળ તજજ્ઞોની સમિતિના સભ્યો સાથે બેઠક યોજી : બેઠકમાં કમલનાથે કહ્યું કે રાજ્યમાં નદીઓ,તળાવો,અને અન્ય જળસ્રોત પર તમામ અતિક્રમણને સખ્તાઈથી હટાવાશે access_time 1:10 am IST

  • કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૭૦માં જન્મદિનની શુભેચ્છા આપી access_time 1:23 pm IST

  • વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં માતા હિરાબાને મળ્યાઃ સાથે કાંસાની થાળીમાં ભોજન પણ લીધુઃ જન્મદિવસના આશિર્વાદ પણ મેળવ્યા access_time 3:53 pm IST