Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

નગર મેં જોગી આયા ફેઇમ વિખ્યાત ગાયીકા પુનમ ગોંડલીયાનો જન્મદિવસ

રાજકોટઃ દેશ વિદેશ સહિત સમગ્ર ગુજરાતની લોકસંગીતને ચાહનાર પ્રજાને પોતાના કામાણગારા કંઠે મંત્રમુગ્ધ કરનાર સુપ્રસિધ્ધ ગાયીકા પુનમ ગોંડલીયાનો આજે જન્મદિવસ છે. પુનમ ગોંડલીયાએ ૧૦ વર્ષની નાની વયથી વારસામાં મળેલ ગાયન કલાને ઉજાગર કરી સંતવાણી  લોકડાયરામાં આગવુ નામ હાંસલ કર્યું છે. ૩૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા હોય ત્યારે ગંગામૈયા તથા નગર મેં જોગી આયા, લીલાપીળા તારા નેજા  ફરકે જેવા મહાન પ્રાચીન ગીતોથી લાખો લોકોના દિલમાં વસનાર પુનમ ગોંડલીયાને મો.૯૮૨૪૫ ૨૬૯૮૫, ૯૮૨૫૮ ૫૭૧૮૧ ઉપર જન્મદિનની શુભેચ્છાઓ વરસી રહી છે.

(11:43 am IST)