Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

ખભા પર રાખેલા માથાનો જયાં ભાર ન લાગે, સબંધને એવી જગ્યાએ જામતા વાર ન લાગે

આપણા મલકના માયાળુ માનવી અશ્વિન મોલિયાનો જન્મદિન

રાજકોટઃ રાજકોટનાં ડેપ્યુટી મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયાનો આજે તા.૩૦ જુલાઇનાં જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૫૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.અશ્વિનભાઈ મોલીયા સામાજિક અને રાજકીય ક્ષેત્રે સંકળાયેલ છે. તેઓ બાંધકામ તથા ઇમિટેશન જવેલરીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓએ રાજકીય ક્ષેત્રે પૂર્વ વોર્ડ પ્રમુખ (જુનો વોર્ડ નં.૧૭), શહેર ભાજપ મંત્રી, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ (૨૦૦૬ થી ૨૦૦૯), પ્રભારી (નવા વોર્ડ નં.૦૬), અગાઉ રાજકોટ મહાનગરપાલિકામા વર્ષ ૨૦૦૫મા ટાઉન પ્લાનીંગ કમિટી ચેરમેન તરીકે અને ૨૦૦૭ થી ૨૦૧૦ માર્કેટિંગ યાર્ડના ડિરેકટર તરીકે, તથા આ અગાઉ રાજકોટ મહાનગરપાલિકામા વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ દરમ્યાન કોર્પોરેટર તરીકે ચૂંટાઈને કાર્યરત રહેલ. તેમજ સામાજિક ક્ષેત્રે ખોડલધામ કાગવડના પૂર્વ ટ્રસ્ટી તરીકે, બેડીપરા લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી તરીકે, શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપના કારોબારી સભ્ય તરીકે તેમજ બાલક હનુમાન ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી, આરોગ્યલક્ષી, સામાજિક, સાંસ્કૃતિક સહિતની અનેક સેવાકીય પ્રવૃતિમાં તેઓ સતત કાર્યરત છે. તેમજ  લોકડાઉનનાં સમયમાં  તેમનાં માર્ગદશ્ર્ન હેઠળ વોર્ડ નં.૪નાં ઝુંપડપટ્ટી સહિતનાં  વિસ્તારોમાં સવાર-સાંજ ૬૦૦ થી ૭૦૦ લોકોને ભોજન કરાવામાં આવ્યુ હતુ તથા જરૂરિયાત મંદ પરિવારજનોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આમ સેવાકિય પ્રવૃતિઓમાં પણ અગ્રેસરની ભૂમિકા નીભાવી રહ્યા છેે. આજે  તેઓને જન્મ દિવસે રાજકીય આગેવાનો, કાર્યકરો તથા શુભેચ્છકો, મિત્ર વર્તુળ, પરિવાર દ્વારા (મો.૯૮૨૫૦ ૭૪૭૨૭) પર શુભેચ્છા વર્ષા થઇ રહ્યી છે.

(11:49 am IST)