Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અધિક પ્યારા અધિક કલેકટર હર્ષદ વોરાને હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાતના સૌથી મોટા અમદાવાદ જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી હર્ષદ એમ. વોરા આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ્યા છે. (જન્મ તા. ૩૦ જુલાઇ ૧૯૬૯).

વહીવટી તંત્રમાં અન્યથી અનોખા શ્રી હર્ષદ વોરા મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની છે. ભૂતકાળમાં કચ્છમાં આર. ટી. ઓ. અને કાર્યકારી જિલ્લા પુરવઠા અધિકારી, અમદાવાદના વીરમગામ, પાટણ અને ગોધરામાં પ્રાંત અધિકારી, રાજકોટ અને મહેસાણામાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. આર. એ. સી. તરીકે  નિમણુક પામવાની તેમણે હેટ્રિક સર્જી છે. તેઓ નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા ઝબકતા અધિકારી છે. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષામાં ભીંજાતા - ભીંજાતા તેમણે મંગલ ભાવના વ્યકત કરી છે. મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહયા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે...

ફોન ૦૭૯ ર૭પપ૧૬૮૧

મો. ૯૯૭૮૪ ૦પ૧૭૩ અમદાવાદ

(11:48 am IST)