Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ઢોલામારૂ ફેઈમ નરેશ કનોડીયાનો આજે જન્મદિન

રાજકોટઃ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર અને કરજણના પૂર્વ ધારાભ્ય નરેશ કનોડીયાનો આજે જન્મદિવસ છે. ૭૭માં વર્ષમાં પ્રવેશ કરેલા નરેશ કનોડીયા યુવાનો જેવી સ્ફુર્તિ ધરાવે છે. તેઓએ ઢોલા મારૂ, હીરણને કાંઠે, તમે રે ચંપોને અમે કેડ સહિત અનેકવિધ ગુજરાતી હિટ ફિલ્મો આપી છે. ૧૦૦ થી વધુ ગુજરાતી ફિલ્મો અને ૧૦૦ જેટલી હિરોઈનો સાથે કામ કરી ચુકયા છે. કનોડીયા ભાઈઓને શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એવોર્ડ એનાયત થયેલ. નરેશ કનોડીયાના પુત્ર હિતુ કનોડીયા હાલ ઈડરના ધારાસભ્ય છે. નરેશભાઈને જન્મદિને મો.૯૮૨૪૫ ૮૧૪૬૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:59 pm IST)