Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જીવદયાપ્રેમી હેમાબેન મોદીનો કાલે જન્મદિવસ

રાજકોટઃ. જીવદયાપ્રેમી હેમાબેન મોદીનો કાલે ૧૨ના જન્મ દિવસ છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ૨૨ વ્હાલુડીના વિવાહ, જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર, રેસકોર્ષ પાર્કમાં સેવાકીય કામગીરી, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, જીવદયા ગ્રુપ-રાજકોટ, મકાઈ સેવા ગ્રુપ, અંધ મહિલા વિકાસ ગૃહ વગેરેમાં અબોલ જીવની સેવા માટે તેમજ પરમાર્થના કાર્યોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ અગાઉ તેઓએ ૫ જેટલા માં અમૃતમ કાર્ડના કેમ્પનું સફળ આયોજનમાં સહભાગી બન્યા છે. જીવદયાના સંસ્કારો તેમને સ્વ. મનુભાઈ જસાણી તથા સ્વ. રમેશભાઈ મોદી પાસેથી મળ્યા છે. અગ્રણીઓ તથા વડીલવર્ગ તરફથી હેમાબેન મોદીને (મો. ૯૪૨૮૮  ૯૨૨૭૧) પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:03 pm IST)