Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સાવરકુંડલા મુસ્‍લિમ સિપાહી સમાજના સેક્રેટરી અયુબભાઇ ચૌહાણનો જન્‍મ દિવસ

સાવરકુંડલા : મુસ્‍લિમ સિપાહી જમાતના સેક્રેટરી અને રચનાત્‍મક પ્રવૃતિ સાથે સંકળાયેલા અયુબભાઇ ચૌહાણનો આજે જન્‍મ દિવસ છે. તેઓ પ૦ પૂર્ણ કરી પ૧માં પ્રવેશ કરી રહેલ છે. મુસ્‍લિમ સિપાહી સમાજના જનરલ સેક્રેટર તરીકે છેલ્લા ૮ વર્ષથી નિસ્‍વાર્થ ભાવે સેવા આપે છે. ગરીબો યતિમો બેવાઓ વિધવાઓ ત્‍વકતાઓ તેમજ ગરીબ દર્દીઓની સેવા માટે તૈયાર રહે છે. રપ વર્ષથી હોમગાર્ડ યુનિટમાં પણ સેવાઓ બજાવે છ.ે  જન્‍મ દિવસ નિમિતે તેમના સગા-સંબંધી મિત્ર વર્તુળો તેમને શુભેચ્‍છા મો.૯૪ર૭૭ ૪૪૭૯ર ઉપર પાઠવી રહ્યા છે.

 

(11:03 am IST)