Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

સુરેન્દ્રનગરના પૂર્વ ડી.ડી.ઓ., વડોદરાના પૂર્વ કલેકટર

શિક્ષણ ક્ષેત્રે સપાટો બોલાવનાર સચિવ વિનોદ રાવનો જન્મદિન

રાજકોટ :  ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવતા સુધારવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત ઐતિહાસિક કદમો ઉઠાવનાર શિક્ષણ વિભાગના (પ્રાથમિક-માધ્યમિક) સચિવશ્રી વિનોદ રાવનો જન્મ તા. ૮ ઓકટોબર ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી વિનોદ રાવ મૂળ કેરળના વતની અને વર્ષ૨૦૦૦ ની બેચના આઇ.એસ. કેડરના અધિકારી છે ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા અને પાટણમાંં જિલ્લા કલેકટર, વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર, અધિક ગ્રામ વિકાસ કમિશનર, કુટિર ઉદ્યોગ કમિશનર, રાષ્ટ્રીય ગ્રામીણ મિશનના નિયામક વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે.

 ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૩૦૩, મો. ૯૯૭૮૪ ૦૨૯૫૯ ગાંધીનગર

(11:38 am IST)