News of Friday, 8th June 2018

યુવા સેના ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાનો જન્મ દિવસ : ત્રણ દિવસ સેવા યજ્ઞ

રાજકોટ તા. ૮ : ઘીયાવડ જન્મભુમિ ધરાવતા અને રાજકોટને કર્મભુમિ બનાવનાર સામાજીક સેવાકીય સંસ્થા યુવા સેના ટ્રસ્ટના  પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાનો આજે જન્મ દિવસ છે. આ સંસ્થાના નેજા હેઠળ હરતુ ફરતુ અન્નક્ષેત્ર, મેડીકલ સાધનોની સેવા, જરૂરતમંદોને અન્ન સહાય, નિઃશુલ્ક તબીબી સેવાઓ, બાળ સંસ્કાર કેન્દ્ર, અબોલ જીવોની સેવા જેવા પ્રકલ્પો ચલાવી રહ્યા છે. અન્ય સેવાકીય સંસ્થાઓ સાથે પણ એટલીજ આત્મિયતાથી સંકળાયેલા છે. આજે જન્મદિવસની પણ સેવાકાર્યો થકી ઉજવણી કરવા ૧૦૧ પરિવારોને અન્નસહાય કીટ અને વિધવા ત્યકતા બહેનોને સાડી તથા કપડા વિતરણ કરાશે. તેમજ કાલે તા. ૯ ના હોસ્પિટલ અને સ્લમ વિસ્તારોમાં ફ્રુટ વિતરણ તથા તા. ૧૦ ના ૧૦૮ વડીલોને સન્માનવા વડીલ વંદનાનો કાર્યક્રમ રાખેલ છે. તેમના જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૯૧૩૩ ૧૦૧૦૦ છે.

(4:03 pm IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST