News of Friday, 8th June 2018

ચેમ્બરનાં જોઇન્ટ સેક્રેટરી ગૌતમભાઇ ધમસાણીયા નો આજે જન્મદિવસ

હેપી બર્થ ડે ટુ યુ

રાજકોટ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જોઇન્ટ સેક્રેટરી અને કડવા પાટીદાર અગ્રણી શ્રી ગૌતમભાઇ ધમસાણીયાનો આજે તા. ૦૮ જુન નાં રોજ જન્મદિવસ છે.

શ્રી ગૌતમભાઇ ધમસાણીયા ગુજરાત સ્પીનીંગ એસો.ના સેક્રેટરી, રાજકોટ ઓટોમોબાઇલ ડીલર્સ એસો. નાં સેક્રેટરી, બામણબોર બાઉન્ડ્રી હાઇવે એસો.ના પ્રમુખ જેવી વ્યાપારી તેમજ ઈન્ડસ્ટ્રીયલ એસો.માં પોતાનું યોગદાન આપી રહયા છે. સાથે સાથે શેક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ જેવી કે ફિલ્ડમાર્શલ-ગોવાણી કન્યા છાત્રાલયનાં ટ્રસ્ટી, ઓરપેટ એજયુકેશન સંકુલ-ટંકારાના ટ્રસ્ટી, શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટનાં ટ્રસ્ટી, શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ગાંઠીલાના કારોબારી સભ્ય જેવી મોભાદાર સંસ્થાઓમાં પણ કાર્યરત છે.

પોતાના પિતાને જ આદર્શ માનનારા તથા દેશ-વિદેશના મહાનુભાવો માંથી પ્રેરણા મેળવનાર શ્રી ગૌતમભાઇ પોતાના કર્મને જ સાચો ધર્મ સમજી વ્યાપાર તથા ઓૈદ્યોગિક વિકાસમાં પણ પ્રગતિ કરી રહયા છે.

સાચું કહેવાની હિંમત ધરાવતા શ્રી ગૌતમભાઇ તેમની કુશળ સંગઠન ભાવના તેમજ લોકઉપયોગી કાર્યમાં મદદ કરવાની ભાવનાને કારણે વિશાળ મિત્ર વર્તુળ તેમજ લોકોમાં મોભાનું સ્થાન ધરાવે છે.

આજે તેમના મોબાઇલ નં. ૯૮૨૪૪ ૫૫૫૦૦ ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહયો છે. (૧.૨)

 

(11:40 am IST)
  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST