Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

સિધ્ધાર્થ પરમાર રાજનીતિ કા તારા, ના ઢલે ઐસા સિતારા... હેપ્પી બર્થ ડે

રાજકોટ તા.૫: રાહ બની ખુદ મંજિલ, પીછે રહ ગઇ મુશ્કીલ..., આ વાત ભુતપુર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ એમ. પરમારે યથાર્થ ઠેરવી છે. મુશ્કેલીને પાછળ રાખીને મંજિલે આગળ વધતા તેમણે આજે યશસ્વી જીવનના ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. (જન્મ તા. ૫ જુન ૧૯૭૧)

શ્રી સિધ્ધાર્થ પરમાર ભુતકાળમાં ભાજપના કોર્પોરેટર અને રાજકોટ શહેરના મંત્રી રહી ચુકયા છે. ધારાસભ્ય તરીકે તેમણે જાગૃત અને લડાયક જનસેવક તરીકેની ઓળખ સુદ્રઢ કરી હતી. સક્રિય રાજકારણથી વર્ષો સુધી અલિપ્ત રહયા બાદ તેમણે ફરી રાજકારણમાં ઝંપલાવ્યું છે. હમણા જ કોગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ તેમને મધ્યપ્રદેશમાં નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી છે, સિધ્ધાર્થ એટલે ખંત, ખુમારી અને ખેલદિલીનો ખજાનો..., ચઢાવ-ઉતાર વચ્ચે પણ તેમણે જાહેર જીવનમાં સ્થાન ટકાવી રાખ્યું છે.

માના કી સૂરજ કી તરહ તેજ ઉજીયારા નહિ હું,

 મગર મૈ કભી અંધેરો સે હારા નહિ હું,

 ઝરના(ઝરણું) હી સહી છોટા સા,

 મગર મૈં સમંદર કી તરહ ખારા નહિ હું...

મો.નં. ૯૮૯૮૫ ૦૭૭૦૩ રાજકોટ. (૧.૭)

(11:34 am IST)