Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

બડે અચ્છે લગતે હૈ, યે ધરતી, યે નદિયા, ઔર નરહરિ અમીન...

૬૪માં વર્ષમાં પ્રવેશની શુભકામનાથી ભીંજાતા ધુરંધર નેતા

રાજકોટ તા. પ : ગુજરાતના જાહેર જીવનમાં હંમેશા ચમકતા-દમકતા રહેલા અડીખમ નેતા શ્રી નરહરિ અમીન માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯પપ ના વર્ષની પ જુને થયેલ આજે ૬૪માં વર્ષની કેડીએ કદમ માંડયા છ.ે

શ્રી નરહરિ અમીન ગુજરાત આયોજન પંચના ઉપાધ્યક્ષ છે. ભૂતકાળમાં નાયબ મુખ્યમંત્રી, ગુજરાત ક્રિકેટ એશો.ના પ્રમુખ વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. અમદાવાદનું પ્રતિષ્ઠિત હીરામણિ શિક્ષણ સંકુલ તેમની યશકલગીનું એક સોહામણુ પીછુ છે. તેઓ શબ્દો 'ચોળવા' કરતા 'ચોડવા'માં માને છે સહકારી અને સામાજિક ક્ષેત્રે પણ તેમનું મહત્વનું યોગદાન છે. સ્પષ્ટ વકતૃત્વ અને પ્રભાવશાળી નેતૃત્વ તેમની આગવી ઓળખ છે. તેમના સમાજ સેવાના કાર્યોમાં જીવનસંગીની શ્રીમતી નીતાબેન અમીન અપાર સહયોગી રહ્યા છે. આજે હીરામણિ સંકુલના વૃધ્ધાશ્રમમાં આશ્રિત વૃધ્ધો સાથે તેઓ જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના...

મો.૯૮રપ૦ ૦૬૬૬૭ અમદાવાદ

(11:33 am IST)