Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ભાણવડનું શિવા મૂળ વતનઃ રાજકોટ-જૂનાગઢમાં શિક્ષણ

ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે. લાંગાનો જન્મદિન

રાજકોટ :. ગાંધીનગરના પ્રતિભાવંત જિલ્લા કલેકટર શ્રી શંકરદાન કે. લાંગા માટે આજે વિશેષ ખુશીનો દિવસ છે. તેઓનો જન્મ ૧૯૫૯ના વર્ષની ૮ સપ્ટેમ્બરે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૬૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામના વતની શ્રી એસ.કે. લાંગાએ પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ સ્વામિનારાયણ ગુરૂકુળ-જૂનાગઢ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સ્વામી વી.વી. મંદિર-જૂનાગઢમાં લીધુ હતું. તેમણે ઉચ્ચ શિક્ષણ રાજકોટની કોટક ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં મેળવેલ. સરકારી નોકરીમાં જોડાયા પછી મહેસાણા, જૂનાગઢ અને પાટણમાં નિવાસી નાયબ કલેકટર તરીકે, સરદાર પટેલ વહીવટી સેવા સંસ્થાન (સ્પીપા) અમદાવાદમાં સંયુકત નિયામક પદે તેમજ અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, ખેડામાં નિવાસી અધિક કલેકટર અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે તથા પંચમહાલમાં જિલ્લા કલેકટર પદે ફરજ બજાવેલ. તેઓ ૨૦૦૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેમને હેપ્પી બર્થ ડે...

ફોન નં. ૦૭૯-૨૩૨૫૯૦૩૦, મો. ૯૯૭૮૪ ૦૬૨૦૯ ગાંધીનગર

(11:59 am IST)