Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી દિપક પંડ્યાનો જન્મદિન

રાજકોટ : રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી દિપકભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૫૮ વર્ષ પૂર્ણ કરી ૫૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ સ્વ.ચીમનભાઈ શુકલને પોતાના જીવનમાં આદર્શ માન્યા છે. બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ સ્વ.કાંતિભાઈ વૈદ્ય, સ્વ.બાલકૃષ્ણભાઈ શુકલ, સ્વ.શશીકાંતભાઈ ત્રિવેદી, સ્વ.પ્રવિણભાઈ ભટ્ટ, સ્વ.નર્મદાશંકરભાઈ ઉપાધ્યાય તેમજ પી.પી. રવૈયા, કશ્યપભાઈ શુકલ, અનંતભાઈ ભટ્ટ, પ્રભુભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ પંડ્યા અને વર્તમાન પ્રમુખ જર્નાદનભાઈ આર્ચાયના નેતૃત્વમાં કાર્ય કરી રહ્યા છે. (મો.૯૮૨૫૨ ૯૩૬૫૮)

(4:18 pm IST)