Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પ્રગટેશ્વર મહાદેવ ટ્રસ્ટના અધ્યક્ષ જયસુખભાઈ ભટ્ટનો આજે જન્મદિન

રાજકોટઃ શ્રી જયસુખભાઈ ભટ્ટનો આજે તા.૮ ફેબ્રુઆરીએ જન્મદિન છે. તેઓ ૭૮ વર્ષ પુરા કરી ૭૯માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેઓ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તેમજ ગુજરાત જમીન વિકાસ નિગમમાં નિયુકિત પર સરકારી ફરજો બજાવી વય નિવૃત થયેલ છે. સેવા દરમ્યાન રાજકોટ ડિવીઝનના પૂર્વ ઉપપ્રમુખ તરીકે એગ્રી.ડિપા. માં તેમજ પ્રતિનિયુકિત પર નિગમમાં મહામંડળના રાજકોટ વિભાગમાં પૂર્વ ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ છે. બ્રહ્મસમાજશ્રી નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજનાં પાયાના કાર્યકર, પૂર્વ ઉપપ્રમુખ અને શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટનાં ટ્રસ્ટી તરીકે તથા ચુડાસમા પ્લોટની સાંસ્કૃતિક પ્રવૃતિ જેવી કે, ગરબી મંડળ, સિનીયર સિટીઝન માર્ગદર્શક સેવાકીય પ્રવૃતિનાં કાર્યકર તેમજ કારગીલ વખતે વિકટ એવી અમરનાથ યાત્રા અંગેની યાત્રિકોને માહિતી વિગેરે માર્ગદર્શન માટે યાત્રા પથદર્શિકા વિનામૂલ્યે પ્રસિદ્ધ કરી દરેક યાત્રિકોને આપેલ હતી. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા નિરંતર શિક્ષણ કેન્દ્ર, સાયન્સ કોલેજ, રાજકોટમાં 'વેદાંત અને આધ્યાત્મિક વારસો'ના તેમજ બીજો કોર્ષ 'પુજા વિધિ અને કર્મકાંડ'નાં અભ્યાસક્રમોમાં વર્ગોમાં બન્ને વર્ગમાં સિનીયર પાઠી તરીકે કુલપતિશ્રી જોષીપુરા તેમજ ઉપકુલપતિશ્રી કલ્પકભાઈ ત્રિવેદીનું સન્માન કરેલ હતું. હાલ તેઓશ્રી શ્રી પ્રગટેશ્વર મહાદેવ ચેરીટી ટ્રસ્ટના  અધ્યક્ષ તરીકે સેવા આપે છે. રાજકોટ તાલુકા પેન્શનર સમાજના કારોબારી સભ્ય તરીકે પેન્શનર સમાજના કારોબારી સભ્ય તરીકે ખેતીવાડી ખાતાના પેન્શનર્સ એસોસિએશન રાજકોટના કાર્યકારી મંડળના સભ્ય તરીકે સેવા આપેલ છે.(૩૦.૭)

(3:39 pm IST)
  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • લોકસભામાં પસાર થયેલું નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંરજૂ ન થઇ શક્યું : કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોની ભારે ધાંધલ ધમાલ વચ્ચે બિલ રજૂ કરવા માટે કાલે છેલ્લો દિવસ : મણિપુર સહિતના રાજ્યોમાં બિલના વિરોધમાં હિંસક દેખાવો ,કર્ફ્યુ,તથા ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ access_time 6:30 pm IST