Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મેહુલ દવેની આંખમાં અમી, દુનિયા ગમીઃ હેપ્પી બર્થ ડે

અમદાવાદના નિવાસી અધિક કલેકટરનો ૫૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે અને તમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો. આ સુવિચાર શ્રી મેહુલ કે. દવેએ જીવનમાં ઉતાર્યો છે. એને દુનિયા ગમે છે અને દુનિયાને તે ગમે છે. સારી દ્રષ્ટિ અને સારી વાણીના સમન્વય સાથેના યશસ્વી જીવનના ચોપનમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મૂળ અમરેલીના વતની જી.એ.એસ. કેડરના અધિકારી શ્રી મેહુલ દવે (જન્મ તા. ૭-૨-૧૯૬૬) હાલ ગુજરાતના સૌથી મોટા અમદાવાદ જિલ્લાના નિવાસી અધિક કલેકટરની મહત્વની જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમ અધિકારી, રાજકોટમાં પ્રાંત અધિકારી અને નિવાસી નાયબ કલેકટર, રાજ્યમાં તોલમાપ નિયામક, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના પ્રથમ કુલસચિવ, ખેડા જિલ્લામાં અધિક નિવાસી કલેકટર વગેરે સ્થાનો પર કામગીરી કરી છે.

આમ આદમીથી માંડી ટોચના મહાનુભાવો સુધી તેમણે આત્મીયતા કેળવી છે. પ્રશાસન કે સિતારે, તેઓ સુખદુઃખના સરવાળા કરનાર નહિ પણ અંધારામાં અંજવાળા કરનારા અધિકારી છે. કોઈના સગા બનવુ ઈશ્વરની ભેટ છે પણ આ 'ભઈલુ' તો પોતાના સદવ્યવહારથી સૌના વ્હાલા બની રહ્યા છે. આજે તેમના પર મુશળધાર શુભેચ્છા વરસી રહી છે. મેહુલ દવે કે બઢે કદમ, હર કદમ પર કારકિર્દી બુલંદ...

ફોન નં. ૦૭૯-૨૭૫૫૧૬૮૧, મો. ૯૯૭૮૪ ૦૫૧૭૩ - અમદાવાદ

(10:23 am IST)