News of Tuesday, 7th August 2018

લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલને જન્મદિન મુબારક

પ્રચારાત્મક નહિ, હકારાત્મક અભિગમ

રાજકોટ : સર્વના સર્વકાલીન સાથી તરીકે જાણીતા ભાજપના ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ ઉકાભાઇ પટેલનો જન્મ તા. ૭ ઓગષ્ટ ૧૯૪૯ના દિવસે થયેલ. આજે સાદગીપૂર્ણ જીવનના ૭૦મા પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

શ્રી ગોવિંદભાઇ દાયકાઓથી જાહેર જીવનમાં છે. ભૂતકાળમાં રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ, ડેપ્યુટી મેયર, ગ્રામ વિકાસ નિગમના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ રાજયમાં કૃષિ, નાગરિક પુરવઠા, વન અને પર્યાવરણ વગેરે વિભાગોના રાજય કક્ષાના પ્રધાન તરીકે રહી ચૂકયા છે. સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

મો. ૯૮ર૪૪  પ૧પપ૬, રાજકોટ. (૮.૪)

 

(11:23 am IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • મધ્યપ્રદેશમાં તમામ મદ્રેસામાં 15મી ઓગસ્ટે ત્રિરંગો લહેરાવવા અને ત્રિરંગા યાત્રા કાઢવા આદેશ : મદ્રેસા બોર્ડના અધ્યક્ષ સૈય્યદ ઇમાદુદીનના આદેશથી વિવાદ છેડાયો : પોતાના આદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા અને તે તમામની તસ્વીર ઇમેલમાં મોકલાવવા પણ કહ્યું : કોંગ્રેસે કર્યો વિરોધ access_time 1:18 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST