Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

શિક્ષણ ક્ષેત્રના બહુમુખી પ્રતિભા વી.બી. ભેંસદડિયાનો જન્મદિન

રાજકોટ-જામનગરના પૂર્વ શિક્ષણાધિકારી

રાજકોટઃ. શિક્ષણ ક્ષેત્રના સેવાવ્રતિ તરીકે જાણીતા ડો. વલ્લભભાઈ બી. ભેંસદડિયાનો જન્મ તા. ૧ ઓગષ્ટ ૧૯૫૫ના દિવસે થયેલ. આજે ૬૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના વાવડી રોડ ગામના વતની છે. રાજ્યના સંયુકત શિક્ષણ નિયામક પદેથી નિવૃત થયા બાદ હાલ વડોદરામાં લોક વિદ્યાલય લામડાપુરા કેમ્પસ ડાયરેકટર, મુક ધ્વની ટ્રસ્ટ વડોદરાની શાળાનું દોઢ વર્ષથી સેવાકાર્ય સંભાળી રહ્યા છે. અનુસુચિત જાતી અને જનજાતિના વિદ્યાર્થીઓનાં ઘડતર માટે કેમ્પસ ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યા છે.

વર્ષ ૧૯૯૮નો ભારત સરકારે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો નેશનલ એવોર્ડ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એનાયત થયેલ હતો. વર્ષ ૧૯૯૯માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની શિક્ષણ સેવા વર્ગ-૧ માં પાસ થઈ રાજકોટ મુકામે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રાચાર્ય (શિક્ષણ સેવા વર્ગ-૧) ૧ વર્ષ, ૧૦ માસ ફરજ બજાવેલ. તેઓ તા. ૨૭-૩-૨૦૦૧થી ૨૮-૭-૨૦૦૫, ૪II વર્ષ જીલ્લા શિક્ષણ અધિકારી, રાજકોટ તરીકે યશસ્વી અને સફળ કામગીરી બજાવેલ. સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ શિક્ષકોની ભરતી માટે કેમ્પ દ્વારા એન.ઓ.સી. - ઈન્ટરવ્યુ જેવી પારદર્શક વહીવટી પ્રક્રિયાની પહેલ શ્રી ભેંસદડીયાએ કરેલ હતી. તેઓના કાર્યકાળ દરમિયાન ઝડપી પારદર્શક વહીવટ કરી ટયુશનની બદીને નેસ્તનાબુદ કરી લોકહૃદયમાં સ્થાન અંકિત કરેલ.

આજે ૬૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે (મો. ૯૯૦૯૯ ૭૦૨૬૩) તેઓ ઉપર  શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:46 pm IST)