Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ધારાસભ્ય બન્યા બાદ લલિત કગથરાનો પ્રથમ જન્મદિન

રાજકોટ : પડધરી-ટંકારાના કોંગ્રેસના લડાયક ધારાસભ્ય શ્રી લલિત કગથરા આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ તા. ૧ ઓગષ્ટ ૧૯પ૭ ના દિવસે થયેલ. આજે ૬રમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

મૂળ પડધરી તાલુકાના દેપાળિયા ગામના વતની શ્રી લલિત કગથરા ધારાસભ્ય બન્યા બાદ આજે તેમનો પ્રથમ જન્મદિન છે. તેઓ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ અને ઉપપ્રમુખ તરીકે રહી ચૂકયા છે. પાટીદાર સમાજના હોનહાર નેતા, તરીકે જાણીતા છે. તેમના જીવનસંગીની શ્રીમતી ઇલાબેન કગથરા ભૂતકાળમાં રાજકોટ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. જાહેર જીવનમાં કગથરા દંપતિનું મહત્વનું યોગદાન છે.   મો. ૯૮૭૯પ ૯૯૮૦૦ રાજકોટ.

(12:28 pm IST)
  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST