Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

શિક્ષણ - સંગીત - સત્સંગનો ત્રિવેણી સંગમ એવા વિષ્ણુપ્રસાદ દવેનો રવિવારે જન્મ દિવસ

રાજકોટ તા. ૩૧ : જાણીતા ભજનીક અને કબીરપંથી એવા શ્રી વિષ્ણુપ્રસાદજી દવેનો આગામી તા. ૩ ના રવિવારે જન્મ દિવસ છે. શિક્ષણ-સંગીત-સત્સંગનો ત્રિવેણી સંગમ ધરાવતા પ્રસાદજી શિક્ષક તરીકેની  ફરજ બજવવા સાથે પ્રાચીન ભજનોમાં એવી તો આહલેક જગાવી કે દેશ- વિદેશમાં લાખો ગુજરાતીઓના હ્ય્દયમાં સ્થાન મેળવી ચુકયા છે. છેલ્લા ૪૫ વર્ષથી પોતે આકાશવાણી અને મીડીયામાં પ્રાચીન ભજનો ગાતા આવ્યા છે. ર૦૦૭ માં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તેઓને શ્રીષ્ઠ ભજનિકનો એર્વોડ પણ એનાયત કરાયો છે. વિશિષ્ટ કબીરવાણીના વાયક તરીકે ચાહકોના હ્ય્દયમાં તેમનું સ્થાન છે. તેઓએ ઘણા ભજનો તૈયાર કર્યા છે. નવોદીતોને પ્રાચીન ભજનોની તાલીમ પણ આપે છે. જાણીતા હાસ્યકલાકાર અને નચીકેતા સ્કુલીંગ સીસ્ટમના ફાઉન્ડર સાંઇરામ દવેના તેઓ પિતાશ્રી થાય છે.  તેમના જન્મ દિવસે મો.૯૯૨૫૦ ૧૮૯૫૧ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ વરસી પડશે.

(11:39 am IST)