Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાજકોટના પૂર્વ પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર

ગૌરાંગ મકવાણા ઝીંદાબાદ... કાલે ભાવનગરના કલેકટરનો જન્મદિન

રાજકોટઃ ભાવનગરના તરવરિયા યુવા જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાનો જન્મ ૧૯૮૫ના વર્ષની ૨૭ ઓકટોબરે થયેલ. આવતીકાલે દીપાવલીના દિવસે ઝળહળતા જીવનના ૩૫માં વર્ષના દ્વાર ખટખટાવશે.

મૂળ પાટણ જિલ્લાના વતની શ્રી ગૌરાંગ મકવાણા ૨૦૧૨ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. ભૂતકાળમાં આણંંદમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર,વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી,રાજકોટમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન.નં.૦૨૭૮-૨૪૨૮૮૨૨

મો.૯૯૭૮૪ ૦૬૨૦૬ - ભાવનગર

(11:25 am IST)