Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ ધામેચાનો જન્‍મદિવસ

રાજકોટઃ અખિલ વિશ્વ સુરક્ષા ગૌ સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી રમેશભાઈ ધામેચાનો આજે જન્‍મદિવસ છે. તેઓ રાજકોટ લોહાણા મહાજનના ઉપપ્રમુખ પણ રહી ચૂકયા છે. ગૌરવ કન્‍સ્‍ટ્રકશન એન્‍ડ ડેવલોપર્સ નામની પેઢી ધરાવે છે સાથો સાથ રાજકોટ ગૌરવ ન્‍યૂઝ પેપરના તંત્રી છે અને લોહાણા અખબાર જગત ગુજરાતના ટ્રસ્‍ટી છે. સદગુરૂ રઘુવંશી સોશ્‍યલ ગ્રુપની સ્‍થાપના કરી ગુરૂપૂર્ણિમાના દિવસે શ્રી રણછોડદાસજી મહારાજની સૌપ્રથમ શોભાયાત્રાનો પ્રારંભ શ્રી રમેશભાઈ ધામેચાએ કરાવેલ. તેઓ લોહાણા જ્ઞાતિની અનેક સંસ્‍થા સાથે સંકળાયેલા છે તેમજ સમાજલક્ષી કાર્યોમાં હર હંમેશ તત્‍પર રહે છે. તેઓને વીરદાદા જશરાજજી એવોર્ડ થી લઈ અનેક સંસ્‍થાઓ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. તેમના જન્‍મદિવસે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી સી. આર. પાટીલ દ્વારા પણ તેઓને લેખિત શુભેચ્‍છા પાઠવવામાં આવી છે. જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા રમેશભાઈ ધામેચાને મો.૯૪૨૭૫ ૦૫૭૪૦ પર શુભેચ્‍છાનો ધોધ વરસી રહ્યો છે.

(1:22 pm IST)