Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

જાહેર જીવનની પીચ પર અણનમ બાબુલાલ નસિતનો જન્મદિન

રાજકોટ :. જિલ્લાના રાજકારણમાં જૂના અને જાણીતા બાબુલાલ નસિત આજે જય સ્વામિનારાયણના નાદ સાથે શુભકામનાના વરસાદમાં ભીંજાઈ રહ્યા છે. તેમનો જન્મ ૨૮ ડીસેમ્બર ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષના કમાડ ખટખટાવ્યા છે.

રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ બાબુલાલ નસિત પરમાર્થની પરબ જેવા છે. ખોખડદડના આ ખેડૂત પુત્રએ જાહેર જીવનમાં તડકા-છાયા જોયા છે. તેમને સંતોષ છે કે 'જો મોટા લોકો તમને જરૂર પડે ત્યારે જ યાદ કરતા હોય તો નિરાશ ન થતા પરંતુ ગૌરવ અનુભવજો કે ઘોર અંધારૂ હોય ત્યારે તમે પણ મીણબત્તીની જેમ અંધકાર કાપવામાં કામ આવો છો.'  તેમને હેપ્પી બર્થ ડે...

મો. ૯૮૨૪૪ ૪૧૬૭૮ - રાજકોટ

(11:50 am IST)