Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2024

ગોંડલની તન્‍ના સ્‍કૂલના વડા મધુસુદન તન્‍નાનો આજે જન્‍મદિવસ

ગોંડલ,તા.૫ : છેલ્લા ૫૧ વર્ષથી કાર્યરત ગોંડલની શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર તન્ના ઇંગ્‍લિશ મીડીયમ સ્‍કૂલના વડા   મધુસુદન તન્નાનો આજે જન્‍મ દિવસ છે.   તેનો ૬૨ વર્ષમાં પ્રવેશ થયો છે.

તન્ના સાહેબ શૈક્ષણિક ક્ષેત્રે છેલ્લા ૪૩ વર્ષથી હજારો વિદ્યાર્થીઓની ઉત્તમ કારકિર્દી ના ઘડતર માં સહભાગી બન્‍યા છે અને અનેક  વિદ્યાર્થીઓ ને ઉચ્‍ચ મુકામ સુધી પહોંચાડી તેમના સ્‍વપ્નો સાકાર કર્યા છે. સેવાકીય સાથે સામાજિક ક્ષેત્રે લોહાણા મહાજનમાં ઉપ-મુખ તરીકે પણ સેવા આપી ચુકયા છે. મધુસુદનભાઈ તન્ના અને તેમનો પરિવાર શ્રી ખીજડાવાળા મામાદેવ માં અખૂટ શ્રધ્‍ધા ધરાવે છે.. પૂ. ચંદુબાપુ ને ગુરુ ધારણ કરી શ્રી મામાદેવ મંદિર ખાતે અનન્‍ય સેવા આપી રહ્યા છે.  આજે તેમના જન્‍મદિન નિમિત્તે તેમના મો. ૯૮૨૫૧૯૦૭૦૯ પર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:57 pm IST)