Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

ઇન્‍ડિયન લાયોનેસ મોરબી ક્‍લબનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

 મોરબી,તા.૨૧ : સ્‍વદેશી તેમજ રાષ્‍ટ્રવાદી ભાવનાને વરેલી માત્ર બહેનો દ્વારા ચાલતી મોરબી ઇન્‍ડિયન લાયોનેસ ક્‍લબનો શપથ ગ્રહણ સમારોહ  લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજાયો હતો. જેમાં નવા વર્ષના નવનિયુક્‍ત પ્રેસિડેન્‍ટ ઈલા નયનાબેન બારા તેમજ તેમની ટીમે શપથ લીધી હતી 

 શપથગ્રહણ સમારોહમાં પ્રેસિડેન્‍ટ નયનાબેન બારા, વાઈસ પ્રેસિડેન્‍ટ મયુરીબેન કોટેચા, રંજનાબેન શારડા, સેક્રેટરી પુનમબેન હિરાણી, જ્‍યોતિબેન વિઠલાપરા, કામીનીબેન સિંગ તેમજ ટ્રેઝરર તરીકે પુનીતાબેન, ચેતનાબેન અને મનીષાબેન, સીનીયર કાઉન્‍સીલર તરીકે ધ્‍વ્‍નીબેન મારસેટી, પ્રોજેક્‍ટ ડીરેક્‍ટર તરીકે પ્રફુલાબેન સોની, કવિતાબેન મોઢાની, રૂપલબેન પટેલ, નીશીબેન બંસલ, પ્રજ્ઞાબેન ગોસ્‍વામી અને પૂર્વીબેન શાહ તેમજ બોર્ડ ઓફ ડીરેક્‍ટર તરીકે માનસીબેન હિરાણી, પુજાબેન પારેખ, હીનાબેન પંડ્‍યા, પુષ્‍પાબેન કારિયા અને અન્‍ય સભ્‍યોએ શપથ લીધી હતી 

 કાર્યક્રમમાં શપથવિધિ પુરોહિત તરીકે નેશનલ કો-ચેરમેન ઈ.લા. ધીમંતભાઈ શેઠ ઉપસ્‍થિત રહ્યા હતા .આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે શોભનાબા ઝાલા (નેશનલ જોઇન્‍ટ સેક્રેટરી ) વિજયાબેન કટારીયા (સટેટ પ્રેસિડેન્‍ટ) સુરેશભાઈ કટારીયા (વેસ્‍ટ સેક્‍ટર ચેરમેન ) તેમજ જીતુભાઈ વડસોલા (મેનેજીંગ ટ્રસ્‍ટી નીલકંઠ વિદ્યાલય ) અતુલભાઇ જોશી (પે્રસ પ્રેસિડેન્‍ટ) ભુપતભાઈ રવેશિયા (લોહાણા સમાજ પ્રમુખ ) વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(1:07 pm IST)