Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

મૂળીના ઉમરડામાં ગૌચર ખાલી કરવામાં તારો હાથ હતો : કહી ૬ શખ્‍સનો હૂમલો

વઢવાણ,તા. ૨૧: મૂળી તાલુકાનાં ઉમરડા ગામે થોડા સમય પહેલા ગ્રામપંચાયત દ્વારા અંદાજે ૬૦૦ એકર જમીન ગૌચરની ખાલી કરાવાઇ હતી. આ બાબતનું દુઃખ રાખી ૬ જેટલા શખસે કાર લઇ હુમલો કરી યુવકને ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.મૂળી તાલુકાનાં ઉમરડા ગામે રહેતા માત્રાભાઇ વેરશીભાઇ તરકટા પોતાનું જેસીબી મશીન ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓ રાતનાં સમયે વગડીગા બાજુથી ઉમરડા તરફ આવતા હતા.

દરમિયાન ગામનાં જ વાલાભાઇ મોતીભાઇ રબારી, દેવશીભાઇ મોતીભાઇ રબારી કાર લઇ આવી બાઇક પાછળ ઠોકર મારી માત્રાભાઇને ઇજાઓ પહોંચાડી ગૌચર ખુલ્લુ કરાવવામાં તારો હાથ હતો કાં તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે જહાભાઇ મોતિભાઇ રબારી, રામાભાઇ જહાભાઇ રબારી, ગોવિંદભાઇ વાલાભાઇ રબારી, આલાભાઇ ઉર્ફે હકાભાઇ વાલાભાઇ રબારીએ બાઇક લઇ આવી ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા માત્રાભાઇ એરંડામાં ભાગી ગયા હતા. જેથી આ અંગે ૬ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ આરંભી છે.

(11:45 am IST)