Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

જામકંડોરણા તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા.ર૧ : તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા તેમના વિવિધ પ્રશ્નો અને માંગોને લઇને ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રીને ઉદેશીને જામકડોરણા  મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતુ. જેમાં કેન્‍દ્રના ધોરણે તબીબી ભથ્‍થુ ચુકવવા, સાતમા પગાર પંચમાં સચિવોની સમિતિનાફાઇનલ અહેવાલ મુજબ ર.૯૭ ટકા પેન્‍શનમાં જોડાણ કરવુ, રાજય સરકારના પેન્‍શનરોના ૪૦ ટકા પેન્‍શનનું મુડીકૃત રૂપાંતર કરવામાં આવે છે. આ રકમ ૧પ વર્ષ સુધી જે તે પેન્‍શનરના પેન્‍શનમાંથી વ્‍યાજ સાથે કપાત કરવામાં આવે છે. પરંતુ સરકારશ્રીએ વ્‍યાજના દરોમાં ઘટાડો કરેલ છે. માટે પેન્‍શનરોનું થતુ આર્થિક નુકસાન માટે ૧પ વર્ષને બદલે સમયગાળો ૧૦ વર્ષ કરવા અથવા વ્‍યાજની ટકાવારી જાહેર કરવી સને ર૦૦૪ થી અમલમાં આવેલ નવી પેન્‍શન યોજના બંધ કરી જુની પેન્‍શન યોજના લાગુ કરવી હાલમાં અમરેલીમાં ૮૦ વર્ષ પછી પેન્‍શન વધારાની ફોર્મ્‍યુલામાં પરિવર્તન કરવુ, પેન્‍શન એ આવક નથી માટે તમામ પેન્‍શનરોને આવક વેરામાંથી મુકિત આપવી, વન રેન્‍ક વન પેન્‍શન સ્‍કીમ મુજબ ચુકવણીની વ્‍યવસ્‍થા કરવી, સરકાર માન્‍ય અને યાદી જાહેર કરેલ હોસ્‍પિટલમાં દરેક પેન્‍શનર તથા કુટુંબીજનોને કેશલેશ તબીબી સેવાઓ પુરી પાડવી, કેન્‍દ્રના ધોરણે મોંઘવારી ભથ્‍થુ સમયસર આપવા, રાજયમાં ઝોનવાઇઝ પેન્‍શન અદાલત યોજી પેન્‍શનરોના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવો, પેન્‍શનરોના માનસિક અને શારીરીક વિકલાંગ સંતાનોને સરળતાથી પેન્‍શન મળી રહે તે માટે ચોકકસ નીતિ નકકી કરી આદેશ કરવો, રાજય સરકારના કર્મચારીઓ જે નામદાર કોર્ટમાં નિર્દોષ જાહેર થયા પછી પેન્‍શનરોને મળવાપાત્ર તમામ લાભો સમય મર્યાદામાં મળે તેવી માંગ સાથે જામકંડોરણા તાલુકા નિવૃત કર્મચારી મંડળના હોદેદારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવેલ હતુ.

(11:23 am IST)