Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

સોમનાથ મહાદેવનાં સાનિધ્‍યે અખાત્રીજે વીરગતિ પામેલા વેગડાજી ભીલ શહિદ સ્‍મારકે કુંડી હવન

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.ર૧ સમગ્ર ભારતમાં જેણે તળપદા કોળી જ્ઞાતિને ગર્વ અપાવનાર શ્રી વેગડાજી ભીલ કે જેણે પ્રથમ જયોતિલીંગ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરનું રક્ષણ કરતા ધર્મની લાજ રાખવા પોતાની સાથે આવેલા અસંખ્‍ય ભીલ જવાનોનું બલિદાન આપેલ છે.

એવા વેગડાજી ભીલની ડેરી પાસે શહિદ સ્‍થળ સોમનાથ મંદિરના પટાગણમાં અગીયાર કુંડી હવનનું આયોજન વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના તા.૪-પ-ર૦રરના દિવસે સોમનાથ મુકામે રાખવામાં આવેલ છે.

સતરમી આ અગીયાર કુંડી યજ્ઞ અંગે શ્રી વેગડાજી તથા કાળાજી ભીલ સ્‍મૃતિ ટ્રસ્‍ટ મહુવા સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના સહયોગથી તૈયારીઓ કરી રહયા છે.

(11:22 am IST)