Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ' માં ધરબાયેલ સત્‍ય બહાર આવ્‍યું : પૂ.મોરારીબાપુ

કચ્‍છના ધોળાવીરામાં આયોજીત ‘માનસ રામકથા'નો ત્રીજો દિવસ : કાશ્‍મીરી પંડિતોની હાલત વિશેની ફિલ્‍મ નિહાળવા અપીલ કરી

રાજકોટ,તા. ૨૧ : ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ'  ફિલ્‍મમાં વર્ષો જુનુ ધરબાયેલ સત્‍ય બહાર આવ્‍યુ છે. તેમ પૂ. મોરારીબાપુએ કચ્‍છનાં ધોળાવીરા ખાતે આયોજીત ‘માનસ રામકથા'ના ત્રીજા દિવસે જણાવ્‍યુ હતું.
પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્‍યુ કે, આ ફિલ્‍મને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પણ આવકારી છે અને પ્રસન્‍નતા વ્‍યકત કરીને ફિલ્‍મની ટીમને શુભેચ્‍છા પાઠવી છે. ત્‍યારે આ ફિલ્‍મ માટે હુ પણ મારો રાજીપો વ્‍યકત કરૂ છું.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે હુ તો કદાચ આ ફિલ્‍મ ન જોઇ શકુ પરંતુ તમે બધા આ ફિલ્‍મ જરૂરથી નિહાળજો. આ ફિલ્‍મમાં કાશ્‍મીરી પંડિતોની શુ હાલત હતી ? દેશની દુર્દશા કેવી હતી ? સેક્‍યુલર-સેક્‍યુલર કહીને કહેવાતા લોકોએ જે હાલત દેશની કરી દીધી છે. આ ફિલ્‍મમાં રજુ કરવામાં આવ્‍યુ છે જેથી ફિલ્‍મના નિર્માતા, દિગ્‍દર્શક સહિત ટીમને શુભેચ્‍છા પાઠવી હતી.
આજે શ્રી રામકથાના ત્રીજા દિવસે પૂ.મોરારીબાપુએ કહ્યુ કે જીતવા માટે ધીરજ ન ગુમાવતા, મારે નથી જીતવું પરંતુ સામેવાળાને જીતાડવા છે તેવું માનસિકતા મનમાં રાખજો.
શ્રી રામકથાના કાલે બીજા દિવસે પૂ.મોરારીબાપુએ કહ્યુ હતુ કે, ધ્‍યાનસ્‍વામીબાપા પણ બેરખો રાખતા હશે. જીવનદાસ બાપુ બેરખો રાખતા. ત્રિભુવનદાદા બેરખો રાખતા અને છ બેરખા પ્રભુદાસબાપુ પણ રાખતા. આ છ બેરખા મળી અને મારી માળા (૧૦૮) બની છે. બાપુએ યુવાનોને જણાવ્‍યુ કે, પાંચની સેવા કરવી, શરીરની સેવા કરો, કારણે કે દેહ મુકિતનો દરવાજો છે, ભોગ વિવેક પણ કરો પણ અતિશય તૂટી ન જાવ, દેવસેવા કરો, દેવ સેવા કરો- ઇષ્‍ટદેવની સેવા, દિલસેવા કરો. હૃદયમાં પ્રેમ સિવાય કોઇ કચરો ન જોવો જોઇએ. અને દીનની સેવા કરો.
બાપુએ કહ્યુ કે, પહેલુ સુત્ર નામમાં આકર્ષણ થવું જોઇએ એ પછી નામ જપનાર બીજા માટે સમર્પણ કરે છે અને આ બંને થાય એટલે અખંડ સ્‍મરણ આમ આકર્ષક, સમર્પણ, સ્‍મરણ પછીની અવસ્‍થા છે : પ્રવર્ષણ-આંખો વહેવા માંડે અને પાંચમુ છે મરણ, મરણ એટલે મૃત્‍યુ જ નહીં પણ ઓગળી જવું. આ છે હરિનામનો ક્રમ.

 

(3:32 pm IST)