Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જુનાગઢ દારૃમાં પકડાયેલ શખ્સને પાસામાં મોકલાયો

જુનાગઢ તા.ર૧: ગેરકાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત જુનાગઢ ગાંધીગ્રામ ધરમ અવેડા પાસે રહેતા બુટલેગર મયુર કરણાભાઇ ભારાઇ રબારી ઉ.રર રહે. ગાંધીગ્રામ ધરમ અવેડા વિસ્તારમાં  સીટી બસ કોલોની જુનાગઢ વાળા વિરૃધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.

જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ સામાવાળને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ પો.સ્ટાફના માણસો તપાસમાં હતા દરમ્યાન પો.કોન્સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારાને સંયુકતમા બાતમી હકીકત મળેલ કે સદર પાસા, વોરન્ટનો આરોપી હાલ સી ડીવીઝન સ્ટશેનની સામે આવેલ પાનની દુકાન પાસે ઉભેલ હોવાની હકીકત આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા અટક કરી સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા એ.એસ.આઇ. એન.એમ.પટેલ પો.હેડ કોન્સ. જીતેષ એચ. મારૃ, પોલીસ કોન્સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા પો.કોન્સ રાજેશ્રી દિવરાણીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.

(1:33 pm IST)