Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જુનાગઢમાં પાંચ ગુનાઓના અઢી વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

જુનાગઢ તા.ર૧ : જુનાગઢ વંથલી પો. સ્ટે. સી ડીવીઝન તથા જુનાગઢ તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશન-૪, મારામારી-ક્ષ્૪ કુલ પ ગુન્હાઓમાં આરોપી રાજુ ગોગનભાઇ શામળા રબારી ઉ.વ.૩૦ રહે. જુનાગઢ ગાંધીગ્રામ સીંધી સોસાયટી, શેરી નં.૩ વાળો નાસતો ફરતો હોય જે આરોપી અંગે વોચ તપાસમાં હતા. દરમિયાન ક્રાઇમ બ્રાંચ જુનાગઢના પો. ઇન્સ. શ્રી એચ.આઇ. ભાટી તથા પો. કોન્સ. ડાયાભાઇ કરમટાને સંયુકતમાં હકિકત મળેલ કે ઉપરોકત ગુનાઓમાં નાસતો ફરતો આરોપી રાજુ ગોગનભાઇ શામળા હાલ જુનાગઢ લીરબાઇપરા વિસ્તારમાં ઉભેલ હોવાની હકિકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જુનાગઢ વંથલી પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના ઇચા. પોલીસ ઇન્સ્પેકટર એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી. બડવા તથા પો.કોન્સ. ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા વિગેરે પો. સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(4:52 pm IST)