Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જૂનાગઢમાં શસ્ત્ર પ્રકરણમાં દોઢ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ,તા. ૨૧: જુનાગઢ સી ડીવીઝન તથા તાલુકા પો.સ્ટે.ના હથિયારાધારા હેઠળના ત્રણ ગુન્હાઓમાં આરોપી ઇશાન ભીખાભાઇ જોશી રહે. કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ પાછળ,ચિત્રકુટ એપાર્ટમેન્ટ, ફલેટ નં. સી/૩ બ્લોક નં. ૨૦૪ વાળો નાસતો ફરતો હોય. જે આરોપીઓ અંગે વોચ તપાસમાં હતા. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ એચ.આઇ.ભાટી તથા પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, પો.કોન્સ.સાહિલ સમાને સંયુકતમાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે ઉપરોકત ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી ઇશાન ભીખાભાઇ જોષી હાલ મોતીબાગ પાસે ઉભેલ હોવાની હકિકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપવમાં આવેલ.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના ઇચા. પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી.બડવા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, તથા પો.કોન્સ. સાહિલભાઇ સમા વિગેરે પો. સ્ટાફ એ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(1:31 pm IST)