Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ઉછીના આપેલ રૃા. ૮૦ આપવાની ના પાડતા સાથે ભંગાર વિણતા અજાણ્યા યુવાનને પતાવી દીધેલ

જુનાગઢ જેલ પાછળ થયેલ હત્યાના બનાવમાં ધંધુકા પંથકના દેવીપૂજકને ઝડપી લેવાયો

જુનાગઢ તા. ર૧:.. ગઇ તા. ૧૪-૩-ર૦રર ના ક. ૦૭-૧પ પહેલા કોઇપણ સમયે જુનાગઢ જીલ્લા જેલ પાછળ અજાણ્યા પુરૃષ ઉ.વ.આ. ૩૦ વાળાને કોઇ અજાણ્યા આરોપી દ્વારા મરણ જનારને કોઇપણ કારણસર કોઇપણ હથીયાર વડે મોત નિપજાવેલ હોય. જે અંગે એ. ડીવ. પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦ર૩રર૦ર૮૩-ર૦રર આઇ. પી. સી. કલમ ૩૦ર મુજબનો ગુન્હો દાખલ થયેલ.

આ કામે ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ વડા રવિતેજા વાશમ શેટ્ટી દ્વારા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ સદરહુ બનાવમાં સંડોવાયેલ આરોપીની ઓળખ મેળવી તેને વહેલી તકે પકડી પાડવા સુચના કરવામાં આવેલ.

જે ઉપરોકત સુચના અને ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પી. આઇ. હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ ડી. જી. બડવા તથા સ્ટાફના વિજયભાઇ બડવા, વિક્રમભાઇ ચાવડા, શબ્બીરખાન બેલીમ, જયદિપ કનેરીયા, યશપાલસિંહ જાડેજા, સાહિલભાઇ સમા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટા, દિપકભાઇ બડવા, ડાયાભાઇ કરમટા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશભાઇ ડાભી, મયુરભાઇ કોડીયાતર વિગેરે તથા એ ડીવીઝન પો. સ્ટે.ના પો. ઇ. એમ. એમ. વાઢેર તથા એ ડીવી. પો. સ્ટાફ તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના પો. સ્ટાફની અલગ અલગ આઠ ટીમો બનાવી આ કામે બનાવ સ્થળની આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફુટેઝો તથા ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ ટીમની દ્વારા મરણ જનાર ઇસમની ઓળખ કરવા તથા આ કામે ગુન્હાને અંજામ આપનાર આરોપી શોધી કાઢવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતાં.

દરમ્યાન પો. ઇ. હરેન્દ્રસિંહ ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા તથા પો. હે. કો. વિક્રમભાઇ ચાવડા તથા પો. કો. સાહીલ સમા, દિપકભાઇ બડવા  નાઓને હકિકત મળેલ કે, આ ગુન્હાને સંતોષ બુટીયા નામનો દેવીપૂજક ઇસમ કે જે ધંધુકા તાલુકાનો છે. તેણે અંજામ આપેલ છે અને બનાવ બાદ તે ચોટીલા, લીમડી તરફ નાસી ગયેલ હોવાની ચોકકસ હકિકત મળતા તાત્કાલીક દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ અને પો. હે. કો. વિક્રમભાઇ ચાવડા, જયદીપભાઇ કનેરીયા તથા પો. કો. દિવ્યેશભાઇ ડાભી, ઇસમનું પુરૃ નામ સંતોષ સ-ઓ અશ્વિનભાઇ બુટીયા, દેવીપૂજક રહે. બાજરડા ગામ, દેવીપૂજક મહોલ્લા મઢની બાજુમાં, તા. ધંધુકા જી. અમદાવાદ ગ્રામ્ય વાળો હોવાનું પ્રાથમિક રીતે  જણાઇ આવતા કામે પો. સ. ઇ. શ્રી ડી. જી. બડવા સ્ટાફના વિક્રમભાઇ ચાવડા, સાહીલભાઇ સમા, ડ્રા. પો. કો. વરજાંગભાઇ બોરીચાનાઓની એક ટીમ બનાવી મજકૂર ઇસમને શોધી કાઢવા માટે ચોટીલા, લીમડી તરફ રવાના કરવામાં આવેલ હતી અને આ ટીમ દ્વારા ચોટીલા તથા લીમડી વિસ્તારમાં ખાનગી રાહે મજકૂર ઇસમની તપાસ કરતા મજકૂર ઇસમ લીમડી પહેલા પાણીની નહેર નજીકથી મો. સા. રજી. નં. જીજે-૧૧-સીસી-૮૮૩૪ સાથે મળી આવતા રાઉન્ડ ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢ ખાતે લાવી તેની પ્રાથમિક પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને સદરહુ ગુન્હાને અંજામ આપેલાની અને ઉપરોકત મળી આવેલ મો. સા. ચોરી કરેલ હોવાની હકિકત જણાવતા તેના વિરૃધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે એ ડીવ. પો. સ્ટે. જુનાગઢ ખાતે સોંપી આપેલ છે.

આરોપી તથા મરણ જનાર થોડા દિવસથી જુનાગઢ રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે ભંગાર વિણતા હોય અને આરોપીએ મરણ જનારને બનાવના બે દિવસ પહેલા રૃા. ૮૦ ઉછીના આપેલ હોય. જે પૈસા મરણ જનાર પાસે આરોપીએ બનાવની રાત્રે માંગતા મરણ જનારે આપવાની ના પાડતા બન્ને વચ્ચે ઝગડો  થતા આરોપીએ મરણ જનારના માથા ઉપર પથ્થરના ઘા મારી મોત નિપજાવેલ છે.

આ કામગીરીમાં પી. જી. જાડેજાના પો. અધિ., જુનાગઢ વિભાગ, ક્રાઇમ બ્રાન્ચના પો. ઇન્સ. એચ. આઇ. ભાટી તથા એ ડીવ. પો. સ્ટે.ના પો. ઇ. એમ. એમ. વાઢેર તથા ક્રાઇમ બ્રાન્ચના પો. સ. ઇ. ડી. જી. બડવા તથા એ. એસ. આઇ. વી. એન. બડવા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જયદીપભાઇ કનેરીયા, શબ્બીરખાન બેલીમ તથા પો. કોન્સ. સાહિલભાઇ સમા, દિપકભાઇ બડવા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદરા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, મયુરભાઇ કોડીયાતર, દિવ્યેશભાઇ ડાભી, તથા ડ્રા. પો. કો. વરજાંગભાઇ બોરીચા, જગદીશભાઇ ભાટૂ, મુકેશભાઇ કોડીયાતર, વનરાજ ચાવડા વિગેરે તથા એ ડીવી. પો. સ્ટાફના તથા નેત્રમ કમાન્ડ એન્ડ  કંટ્રોલના પો. કો. જીવાભાઇ ગાંગણા, ચેતનભાઇ સોલંકી વિગેરે પો. સ્ટાફ નાઓએ સાથે રહી કરેલ છે.

(1:29 pm IST)