Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

વિશ્વ વન દિવસ

'વિશ્વ વન દિવસ' દર વર્ષે ૨૧ માર્ચે ઉજવવામાં આવે છે. વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ઘિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. જંગલો કપાતા જાય છે જેનાથી માત્ર માણસોને જ નહીં પરંતુ વન્ય જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે. જો આપણે માત્ર એટલો વિચાર કરીએ કે કોઈ આપણી પાસેથી આપણું દ્યર છીનવી લે તો ? એથી વિશેષ જેમની પાસે ખરેખર રહેઠાણની વ્યવસ્થા નથી એમને ફૂટપાથ પર કે જુદા જુદા સ્થળે ઝુપડી બાંધીને રહેતા આપણે જોયા છે. એમના સ્થાને કયારેક સ્વને અનુભવીને આપણે એમને માટે કરુણા અનુભવી શકતા હોઈએ છીએ. ખેર,આ તો મનુષ્ય છે જે એક એવું સંસારિક પ્રાણી છે જે બોલી શકે છે, કામ કરી શકે છે, કમાય શકે છે પણ પ્રાણીઓઙ્ગ

ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી 'યુરોપિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર' ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને 'યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન' દ્વારા પણ સહકાર મળ્યો.૧૯૭૨થી ૨૧ માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે.

નવેમ્બર ૨૦૦૫માં 'ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)'એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મીનીટે ૨૫ હેકટર એટલેકે ૩૬ ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો ચાલુ રહેશેતો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે. ભારતનાં સંદર્ભમાં જોઇએ તો વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી ૩૩્રુ જમીન વનવિસ્તાર ધરાવતી હોવી જોઇએ,જેની સામે આજે ફકત ૧૨્રુ જમીન વનવિસ્તાર ધરાવે છે.આથી આપણે ફકત વનોને બચાવવાનાંજ નથી પરંતુ વનવિસ્તાર પણ વધારવાની જરૃર છે.

એટલે કે વન-આધારિત નવીનતાઓ, સંસાધન કાર્યક્ષમતા, વન-આધારિત ઉત્પાદનો અને ઇકોસિસ્ટમ સેવાઓ ટકાઉ જીવનશૈલીમાં યોગદાન આપી શકે છે અને વધુ ટકાઉ વપરાશ અને ઉત્પાદન તરફ પરિવર્તનને વેગ આપી શકે છે. આ પ્રયાસો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, આરોગ્ય, સુખાકારી અને ઓછા કાર્બન અને ગ્રીન ઈકોનોમી તરફના સંક્રમણને હાંસલ કરવામાં મદદ કરે છે.

લેખન

આસી પ્રો.ડો. સચિન જે પીઠડીયા

G.E.S Calls 2

સરકારી વિનયન કોલેજ ભેંસાણ

(1:27 pm IST)