Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

દેશદ્રોહી પ્રવૃતિ માટે કુખ્યાત સલાયા પંથકમાં પોલીસની ટોચની એજન્સીના ધામા

એટીએસ પોલીસ આવ્યાની વ્યાપક વાતોથી ભારે ચકચાર: ડ્રગ્સ પ્રકરણ બાદ જુદી-જુદી દિશાઓમાં તપાસ

 

 

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળીયા,તા. ૨૧ : હાલારમાં સંવેદનશીલ દરિયાકાંઠો ધરાવતા સલાયા વિસ્તારમાં દાયકાઓ અગાઉ સ્મગ્લિંગ સહિતની દેશદ્રોહી પ્રવૃત્ત્િ। માટે આ પંથક કુખ્યાત બની રહ્યો હતો. બાદમાં વચ્ચે થોડા વર્ષોના વિરામ બાદ પુનઃ સલાયા પંથક ભારે ચર્ચામાં આવ્યું છે. આજથી આશરે ચાર માસ પૂર્વે સલાયામાંથી ઝડપાયેલો રૃા. ૩૧૫ કરોડની કિંમતના તોતિંગ માત્રામાં ડ્ગ્સના જથ્થા બાદ વધુ એક વખત સલાયા પંથકમાં પોલીસ વિભાગના વાહનોની અવર-જવારે ભારે ચર્ચા જગાવી છે. થોડા દિવસ પૂર્વે આ પંથકમાંથી જાલી નોટ સંદર્ભનું પગેરું હોવાની આશંકા સાથે પોલીસની રાત્રી ચેકીંગ કામગીરી બાદ સલાયા વિસ્તારમાંથી ડ્રગ્સ કે અન્ય કોઈપણ પ્રકરણ અંગે ખાનગી અને ઉચ્ચ તપાસ એજન્સીએ આવી અને ડ્ગ્સનો જથ્થો પકડ્યો હોવાની વાતે જોર પકડ્યું છે. જોકે આ અંગે કોઈ સતાવાર પુષ્ટિ મળી નથી.

 પરંતુ આ વિસ્તારમાં કરવામાં આવેલી પોલીસની કામગીરીએ જિલ્લાભરમાં ભારે ચકચાર સાથે ઇંતેજારી પ્રસરાવી છે.

(1:24 pm IST)