Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

રાજુલા પાલીકાનું નામ ભોળાબાપુ ધાખડા, આગરીયા નાકાએ રામકુભાઇ ધાખડા ગેટ અને ૬ કરોડનું બજેટ મંજૂર

અમરેલી-રાજુલા,તા. ૨૦: રાજુલા નગરપાલીકાની સામાન્ય સભા નગરપાલીકા પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમા ૬ કરોડના વિવિધ વિકાસલક્ષી કામો તેમજ સ્વ.રામકુભાઈ ધાખડા, નગરપાલીકાના પુર્વ પ્રમુખના યાદરૃપી ગેટ બનાવવાનું આયોજન કરવામા આવ્યા હતા. રાજુલાના તોરણ શ્રી ભોળાબાપુ ધાખડા એ ૧૭૮ર મા એટલે કે ર૪૩ વર્ષ પહેલા બાંઘ્યા હતા અને સ્વ.ભોળાબાપુનું આ રાજગાદી અને રાજવી પરીવાર હતા. આજેપણ લોકો રાજુલાનું નામ બુઝર્ગો ભોળા ધાખડાનું રાજુલા કહીને યાદ કરે છે. રાજુલાના ભોળાબાપુ ધાખડા નો ઈતિહાસ સરકારી ગેજેટમા પણ પ્રસિઘ્ધ થયેલના આંકડા મુજબ સિહોરના રાજવી અને ગાદીપતી મહારાજસિંહ વખતસિંહ એ એકવાર રાજુલામા પણ પોતાનું રાજ સ્થાપ્યુ હતુ. કારણ કે મહુવાના જસા ખસીયાને ભોળા ધાખડા એ આશરો આપ્યો હતો. જેના કારણે વખતસિંહ એ રાજુલા કબજે કર્યુ હતુ. ત્યારબાદ ૧૭૮૬ મા જુનાગઢ નવાબનીશ સહારો લઈ વખતસિંહ પાસેથી રાજુલા કબજે કરી ભોળા ધાખડાના ભાઈ શ્રી મામૈયા ધાખડા એ પોતાની રાજગાદી કબજે કરી હતી. ત્યારબાદ સુખદ સમાધાન થયુ હતુ. આમ, આજેપણ તાજનશાપીરના ડુંગરા બાજુમા મહાદેવની બાજુમા ભોળાબાપુની સાત પેઢીઓની ખાંભીઓ અડીખમ ઉભી છે અને દર વર્ષે તાજનશાપીરને દરગાહે જે ચાદર ચઢાવવામા આવે છે. તે ચાદર આજની તારીખે પણ ભોળાબાપુ ધાખડા પરીવાર ર્ેારા પ્રથમ ચાદર ચઢાવવામા આવે છે. તે મહાન પુરૃષ ભોળાબાપુની યાદમા પાલીકા સાથે ભોળાબાપુના નામ રાખવાનું તેમજ સ્વ. પ્રમુખ રામકુભાઈ ધાખડા નામનો સાવરકુંડલા રોડે ગેટ ઉભો કરી ગેટનું નામ સ્વ.રામકુભાઈ ધાખડા રાખવાનું તેમજ આજની બેઠકમા ૬ કરોડનું બજેટ રજુ થયુ હતુ.

જેમા ધાતરડી ડેમ સાઈડ આધુનીક બાકડાઓ, બાળકોના મનોરંજન માટેના સાધનો, બગીચાઓનું આધુનીકરણ, શિક્ષણ, પીવાના પાણીના પ્રશ્નો વગેરેનું આયોજન બજેટમા કરવામા આવ્યુ હતુ. આજની આ બેઠકમા ઉત્સાહી આહીર સમાજના અગ્રણી રમેશભાઈ કાતરીયા કારોબારી ચેરમેન અને જુસ્સાદાર કાર્યકર એવા જરીનાબેન રસુલભાઈ દલ, ઈમ્તીયાજભાઈ સેલોત, રાહુલભાઈ ધાખડા, બાઘુબેન બાલાભાઈ વાણીયા, બાલુબેન રાઘવભાઈ જીંજાળા તથા મુસ્લીમ સમાજના અગ્રણી સાબેરાબેન આર.કુરેશી તથા જલ્પાબેન રાજેશભાઈ ઝાખરા, દલીત સમાજના અગ્રણી એવા હર્ષદભાઈ એસ.વાઘ, પુષ્પાબેન મગનભાઈ પરમાર, કારોબારી ચેરમેન જયોતિબેન એમ.દવે, માજી પ્રમુખ ભરતભાઈ સાવલીયા, પુર્વ પ્રમુખ કાન્તાબેન કિશોરભાઈ ધાખડા, સમીનબેન, જાહીદભાઈ જીરૃકા, ખેડુત અગ્રણી દીપુભાઈ ધાખડા, નગરપાલીકાના પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા તથા ચીફ ઓફીસર ગીરીશભાઈ સરૈયા ઉપસ્થિત રહી સર્વાનુમતે આજની બેઠકમા ભોળાબાપુ ધાખડા નગરપાલીકા રાખવાનું અને સ્વ.રામકુભાઈ ધાખડા ગેટનું બનાવવાનું તેમજ ૬ કરોડનું બજેટ. આમ, નગરપાલીકાએ ઐતિહાસિક નિર્ણય લીધો હતો.

(1:06 pm IST)