Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

કાલાવડના હેડ કોન્સ્ટેબલ ૬૦૦ રૃપિયાની લાંચ લેતા ઝડપાયા બાદ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાશે

કાલાવડ પોલીસ સ્ટેશનના એલઆઈબી રૃમમાં ૬૦૦ રૃપિયાની લાંચ લેતા ઝડપાયેલ હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્ર કુમાર નજરે પડે છે,તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૨૧: જામનગર જિલ્લામાં આવેલા કાલાવડ પોલીસ સ્ટેશનના એલઆઈબી વિભાગમાં પાસપોર્ટ કઢાવવા સ્થાનિક વ્યકિતએ અરજી કરેલી હતી. અને પાસપોર્ટના પોલીસ વેરિફિકેશન માટે ભુપેન્દ્ર કુમાર પટેલ નામના હેડ કોન્સ્ટેબલે પાસપોર્ટ કઢાવનાર અરજદાર પાસે લાંચ પેટે રૃ.૬૦૦/- ની ગેરકાયદેસર રીતે માંગણી કરેલ અને ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતાના હોય જેથી ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર પર રજુઆત કરી, એસીબી કચેરીમાં પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે રવિવારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચના છટકા દરમિયાન ફરિયાદીએ હેડકોન્સટેબલ સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરિયાદી પાસેથી માંગેલ લાંચની રકમ સ્વીકારી, પકડાઈ ગયા હતા. હાલ એસીબી પોલીસ દ્વારા લાંચ લેતા ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલની કોવિડ ટેસ્ટ કરાવી કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવનાર છે.

(1:01 pm IST)