Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ખંભાળીયામાં અગાઉની ફરિયાદનું સમાધાન કરવા દબાણ કરી, માતા-પુત્રીને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા,તા.૧:  ખંભાળિયામાં બેઠક રોડ વિસ્‍તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને અત્રે બરછાપાડા વિસ્‍તારમાં રહેતો વીરૂગીરી ઉર્ફે વિરેન્‍દ્ર સંજયગીરી ગોસ્‍વામી નામનો શખ્‍સ આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી સાથે દુષ્‍કર્મ ગુજારવા સબબ સગીરાના પિતાએ ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.

બાદમાં ઉપરોક્‍ત શખ્‍સ જામીન પર છૂટયા બાદ તેના દ્વારા ફરિયાદી પરિવારના ઘરે જઈ અને આ અંગેનું સમાધાન કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. આટલું જ નહીં, તેના દ્વારા બિભત્‍સ ગાળો કાઢી, છરી બતાવી અને અગાઉની ફરિયાદનું તેઓ સમાધાન નહીં કરે તો સગીરા તથા તેણીના માતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં વીરુગીરી ઉર્ફે વિરેન્‍દ્ર ગોસ્‍વામી સામે સગીરાના માતાએ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

ભાણવડમાં બે સ્‍થળોએ જુગાર દરોડામાં નવ શખ્‍સો ઝડપાયા

ભાણવડ તાલુકાના રોઝડા ગામે શનિવારે સાંજે પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા દિનેશ દેવા ભાદરવડા, ભાવેશ હીરા સોરઠીયા, ભરત દેવશી ભાદરવડા, ગેલા દેવશી ભાદરવડા અને નિલેશ વેજા ભાદરવડા નામના ચાર શખ્‍સોને ઝડપી લઈ, રૂપિયા ૪,૨૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્‍ય એક દરોડામાં ભાણવડના રામેશ્વર પ્‍લોટ વિસ્‍તારમાં રાત્રિના આશરે ૧૧ વાગ્‍યાના સમયે સ્‍ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા રફીક મામદ સમા, ઈશાક ઉર્ફે ભીખુ જુસબ હિંગોરા, મજીદ ઓસમાણ સમા અને રહીમ ઉર્ફેવસીમ ઈકબાલ સમા નામના ચાર શખ્‍સોને પોલીસે રૂપિયા ૨,૬૪૦ ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા.

ખંભાળિયા નજીક ઈક્કોની હેડફેટે બે મિત્રો ઇજાગ્રસ્‍ત

દાત્રાણા ગામે રહેતા જયેશભાઈ હેમંતભાઈ માડમ નામના યુવાન તેમના મિત્ર ભાવેશભાઈ ચાવડા સાથે તેમના જી.જે. ૧૦ બી.ડી. ૭૫૬૮ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્‍યારે બેરાજા ગામની ગોલાઈ પાસેથી જી.જે. ૩૭ ઈ. ૦૯૩૮ નંબરના મોટરસાયકલ ચાલકે તેમને અડફેટે લેતાં તેઓને ફેકચર

સહિતની ઇજાઓ સાથે સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર અપાઈ હતી.

સલાયામાં ઈક્કોની અડફેટે ગંભીર

સલાયા ગામે રહેતા એક આસામીના દ્યરે હોળી મનાવવા જામનગરથી આવેલા તેમના જમાઈ રાજુભાઈ મધાભાઈ સોલંકી (ઉ.વ, ૨૫) શનિવારે સલાયાના ચેકપોસ્‍ટ પાસેથી જઈ રહ્યા હતા, ત્‍યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ એફ. ૯૬૦૭ નંબરના એક ઇક્કો મોટરકારના ચાલકે રાજુભાઈને અડફટે લેતાં તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત હાલતમાં જામનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

આ અકસ્‍માત બાદ ઇક્કો કાર નજીકના પુલિયા પાસે અથડાઈ પડી હતી. બાદમાં કારનો ચાલક કાર મૂકીને નાસી છૂટ્‍યો હતો. આ સમગ્ર બનાવ અંગે રાજુભાઈ સોલંકીની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે ઇક્કો કારના ચાલક સામે આઈ.પી.સી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્‍ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

(1:00 pm IST)