Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

જામનગરમાં બાવાજી પરિવારના ૫ સભ્યો એક સાથે ઘર છોડીને ચાલ્યા જતા શોધખોળ

દંપતિ, ૨ પુત્રો અને એક પુત્રી ૧૧ માર્ચથી લાપતા બનતા ચિંતા : પોલીસ તપાસનો ધમધમાટ

ભાડેથીઙ્ગરહેતા નવાનગર સોસાયટી-૫માં આવેલા ભાડાના મકાન અને ગોકુલ નગર જકાતનાકા પાસે ચલાવતા બજરંગ રેસ્ટોરન્ટ ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે આ ઉપરાંત ગુમ થયેલા બાવાજી પરિવારના પાંચેય પરિવારજનો નજરે પડે છે. (તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૧ : જામનગરના ગોકુલ નગર રડાર રોડ વિસ્તારમાં આવેલ નવાનગર શેરી નંબર-૫ રહેતા રેસ્ટોરન્ટ સંચાલક બાવાજી પરિવારના પતિ પત્ની બે પુત્રો અને પુત્રી સાથે પાંચ લોકો ૧૧ માર્ચથી એકાએક ઘર છોડી ચાલ્યા ગયા છે પહેલી રીતે પરિવાર ગુમ થવાની ઘટનાને લઈને જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ પણ નોંધાય છે ત્યારે આ પરિવારના ભાડેથીઙ્ગ રહેતા નવાનગર સોસાયટી-૫ માં આવેલા ભાડાના મકાન અને ગોકુલ નગર જકાતનાકા પાસેઙ્ગ બજરંગ રેસ્ટોરન્ટ ચલાવે છે.

આ ઉપરાંત ગુમ થયેલા બાવાજી પરિવારના પાંચેય પરિવારજનો ન જામનગર સીટી સી ડીવી.પો.સ્ટે. ગુમ રજીનંબર-૨૧/૨૦૨૨ તા.૧૩/૦૨/૨૦૨૨ ના કામે ગુમ થનાર (૧)અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત જાતે-બવાજી ઉ.વ.-૫૨ ધંધો-હોટેલ (૨)શિલ્પાબેન વા.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૪૫ઙ્ગ (૩)કીરણબેન ડો.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૨૬(૪)રણજીત સ.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૨૪(૫)કરણ સ.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૨૨ રહે-ગોકુલનગર રડારરોડ નવાનગરશેરી ન૫ મોબાઇલઙ્ગ પાનવાળી શેરી પ્રફુલભાઇ સવાણીના મકાનમા જામનગર મો.નં-૬૩૫૬૩૮૦૮૭૬ વાળાઓ તા.૧૧/૦૩/૨૦૨૨ ક.૦૦/૦૦ પછીના કોઇ પણ સમયેઙ્ગ તા પોતાના ઘરેથી નીકળી ગયેલ છે. પોલીસે શોધખોળ આદરી છે.

ઉપરોકત વર્ણન વાળા ગુમથનાર ઇસમોનો ફોટોઆ સાથે સામેલ છે જે તમામ દૈનીક વર્તમાન પત્રમાં જાહેરાત આપી તથા મળી આવ્યે સીટી 'સી' ડીવીઝન પોલીસ સ્ટેશન શરૃ શેકશન રોડ જામનગર અમોને (પો.હેડ.કોન્સ ડી.પી.ગુસાઇ મો.નં.- ૭૬૨૨૯૪૦૫૪૪ તેમજ સીટી સી ડીવી પો.સ્ટે નંબર-૦૨૮૮ ૨૫૫૦૮૦૫ ઉપર જાણ કરવા જણાવ્યું છે.

(12:59 pm IST)