Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

લોનના હપ્‍તા ભરવાના ટેન્‍શનમાં રાજકોટના યુવકનો એસીડ પીને આપઘાત

પ્રેમીએ સગાઇ કરવાની ના પાડતા જામનગરની યુવતિએ આયખુ ટુંકાવ્‍યુઃ હાલરમાં બે કમોત : મુંગણીમાં જુગાર રમતા બે મહિલા કબ્‍જે

જામનગર, તા૨૧ : રાજકોટના કોઠારીયા મેઈન રોડ, ન્‍યુ હુડકો મ્‍યુનિસિપાર્ટી કવાર્ટસ નંબર સી.-રપ૦, અરવિંદ મણિયારનગર શેરી નં.૪૭, ફાયર બ્રિગેડની પાછળ રહેતા કિશનભાઈ કિરીટભાઈ રાઠોડ, ઉ.વ.૩ર એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  તેજસભાઈ કિરીટભાઈ રાઠોડ, ઉ.વ.ર૮, રે. કોઠારીયા મેઈન રોડ, ન્‍યુ હુડકો મ્‍યુનિસિપાર્ટી કવાર્ટસ નંબર સી.-રપ૦, અરવિંદ મણિયારનગર શેરી નં.૪૭, ફાયર બ્રિગેડની પાછળ, રાજકોટવાળા એ પોતાના મીત્ર હાર્દિક સરધારને લોન માટે ડોકયુમેન્‍ટ આપેલ હોય જે લોનના હપ્‍તાની રકમ ભરવાના ટેન્‍શનના કારણે મરણજનાર તેજસ એ તા.૧૮-૩-ર૦રરના રોજ સોયલ બસ સ્‍ટેશન પાસે પોતાની જાતે એસીડ પી લેતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

અહીં પોલીસ હેડકવાર્ટર પાછળ તબોલી આવાસ પાછળ, જામનગરમાં રહેતા ચંપાબેન વિનોદભાઈ તખુભાઈ ગોહેલ, ઉ.વ.૩૧ એ સીટી સી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, કિરણ કાળુભાઈ વાઘેલા, ઉ.વ.૧૪ ને ચંપાબેનની બહેન ગુલાબબેનનો દિકરો દિનેશ સાથે પ્રેમ થઈ ગયેલ પરંતુ તે દિનેશની અગાઉથી જ સગાઈ થઈ ગયેલ હોય જેથી દિનેશ એ કિરણબેન સાથે સગાઈ કરવાની ના પાડતા હોય જેથી કિરણબેનને મનમાં આઘાત લાગતા સહન નહી થતા જાહેર કરનાર ચંપાબેનના ઘરે પોતાની હાથે  ગળાફાંસો ખાઈ જતા સારવાર મળે તે પહેલા મૃત્‍યુ પામેલ છે. તપાસ હેડ કોન્‍સ. એચ.એ.પરમાર ચલાવી રભ છ

ટ્રકે હડફેટે મોત

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કૌશીકભાઈ શાંતીલાલ કટેશીયા, ઉ.વ.ર૪, રે. ખીમરાણા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કૌશીકભાઈના પિતા શાંતિલાલ ગાંડુલાલ કટેશીયા ઉ.વ.૪પ વાળા પોતાનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.-૧૦-બી.ઈ.-પ૦૬પ વાળુ લઈને જતા હતા ત્‍યારે સમરસ હોસ્‍ટેલ સામે, સાંઢીયા પુલ ઉતરતા ઠેબા ચોકડીથી ખીજડીયા બાયપાસ તરફ જવાના હાઈવે રોડ પર કોઈ અજાણ્‍યો ટ્રક ચાલકે પોતાનું વાહન પુર ઝડપે બેફીકરાઈ-ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી કૌશીકભાઈના પિતા શાંતિલાલ ગાંડુલાલ કટેશીયાને મોટરસાયકલ સહીત હડફેટે લઈ રોડ ઉપર પછાડી દેતા આંખ તથા નાક તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી શાંતિલાલનું સારવાર દરમ્‍યાન મોત નિપજાવી ગુનો કરેલ છે.

કારે હડફેટે લેતા મોત

 સિકકા પોલીસ સ્‍ટેશનમાં કાનજીભાઈ ડાયાભાઈ ધવલ, ઉ.વ.૩૬, રે. એરફોર્સ રોડ, ખેતીવાડી સામે, ઈન્‍દીરા સોસાયટી, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  આરોપીએ એક સીલ્‍વર કલરની અલ્‍ટોકાર જેના રજી.નં.જી.જે.-૧૦-એ.સી.-૭૩પ૬ ની અલ્‍ટોકાર પુર ઝડપે ગામ ગોલાઈ પાસે હાઈવે રોડ પર રોંગ સાઈડમાં ડિવાડર ટપાડીને ફરીયાદી કાનજીભાઈના નાના ભાઈ હિતેષ ને જે જામનગરથી ખંભાળીયા તરફ જતા રસ્‍તા હાઈવે રોડ પર હડફેટે લઈ ગંભીર અકસ્‍માત કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

મુંગણી ગામે જુગાર

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયરાજસિંહ ઘનશ્‍યામસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે,  મુંગણી ગામ, પ્‍લોટ વિસ્‍તાર ભરવાડ પાડા પાસે આરોપીઓ યોગીરાજસિંહ દિપકસિંહ જાડેજા, જયશ્રીબા દિલીપસિંહ હેમતસિંહ જાડેજા, હિનાબેન વિનોદભાઈ વાડોલીયા, રે. મુંગણી ગામ વાળા  જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રૂ.રર૭૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની ૬ બોટલ ઝડપાઈ

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશમાં કોન્‍સ. હરસુખભાઈ મેરામભાઈ સલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્‍લોટ-૬૪ માં બંસી ડેરી વાળી ગલીમાં રાજુભાઈ મોટવાણીના રહેણાક મકાન, જામનગરમાં આરોપી જગદીશ હેમનદાસ રામનાણી, બોટલ નંગ-૬, કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- ની રાખી રેઈડ દરમ્‍યાન હાજર નહીં મળતા આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાલપુરમાં જુગાર રમતા છ ઝડપાયા

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. બલભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી હિરેન ચંદુભાઈ દેસાઈની સંયુકત માલીકીની લાલપુર રાંધણવા નદીના કાઠે, ભોળેશ્‍વર જતા માર્ગે આવેલ નવી પીપર સીમ આવેલ વાડીમાં અંગત ફાયદા સારુ બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલના નાણા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી જુગાર રમતા અન્‍ય આરોપીઓ હિતેશભાઈ જીતેન્‍દ્રભાઈ પરમાર, રમેશભાઈ પાંચાભાઈ અજુડીયા, અમીતભાઈ કાંતીલાલ ભેસદડીયા, ભોજાભાઈ જેસાભાઈ બગળા, અરવીંદભાઈ સામજીભાઈ ભાલોડીયા, રે. લાલપુરવાળા પૈસાની હારજીતનો જુગાર રમી રમતા રોકડ રકમ રૂ.૭૭૮૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૬, કિંમત રૂ.૭૯૦૦૦/- તથા વાહન મોટરસાયકલ -ર, કિંમત રૂ.૩પ૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૧,૯૧,૮૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

(12:59 pm IST)