Gujarati News

Gujarati News

News of Monday, 21st March 2022

ઇન્‍ડોનેશીયામાં ઇન્‍ટર પાર્લામેન્‍ટરી યુનીયનની કોન્‍ફરન્‍સમાં જોડાતા પૂનમબેન માડમ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૧ જામનગરના સાંસદ પૂનમબેન માડમ તા.૨૦ થી તા.૨૪ સુધી ‘‘ઇન્‍ટર યુનીયન (આઇ.પી.યુ.) '' ની ઇન્‍ડોનેશીયાના બાલી ખાતે યોજાનાર ૧૪૪ મી કોન્‍ફરન્‍સમાં ભારતના પાર્લીયામેન્‍ટરી ડેલીગેશનના સભ્‍ય તરીકે ભાગ લેશે. અગાઉ ૧૪૩ મી. કોન્‍ફરન્‍સ સ્‍પેઇન ખાતે યોજાયેલ હતી જેમાં પણ સાંસદશ્રી એ ભાગ લીધેલ છે.

આઇ.પી.યુ.ની ઇન્‍ડોનેશીયામાં બાલી ખાતે યોજાનાર ૧૪૪ મી કોન્‍ફરન્‍સમાં ભારતીય ડેલીગેશનના અન્‍ય સાંસદશ્રીઓ સાથે વિવિધ ફોરમમાં આંતરરાષ્‍ટ્રીય શાંતી કોવિડ-૧૯ ની મહીલાઓ, બાળકો અને તરૂણો ઉપર થયેલ અસર શિક્ષણક્ષેત્રમાં આઇ.ટી. ટેકનોલોજી દ્વારા કઇ રીતે સમાનતા લાવવી, કલાઇમેન્‍ટ ઇમરજન્‍સી વિગેરે મુદાઓ ઉપર ચર્ચા અને મંતવ્‍યો રજુ કરશે અને તે બાબતે માન.વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીએ લીધેલ અસરકારક અને સકારાત્‍મક પગલાઓ અંગે જ્ઞાત કરાવશે.

વિશ્વના દેશોની પાર્લામેન્‍ટ માટે આંતરરાષ્‍ટ્રીય ઓર્ગેનાઇઝેશન ‘‘ ઇન્‍ટર પાર્લીયામેન્‍ટરી યુનીયનની (આઇ.પી.યુ.)'' ની સ્‍થાપના ૧૩૨ વર્ષ પહેલા સને ૧૮૮૯ માં થયેલ, આ સંસ્‍થાના મુળભૂત ઉદેશો લોકશાહી શાસન પ્રણાલીને ઉતેજન આપવું, એકબીજા રાષ્‍ટ્રો સાથે સહકારની ભાવના રહે, પુરૂષ-ષાીને સમાનતા, યુવાઓને રાજકારણમાં પ્રોત્‍સાહન, દુનીયાના તમામ રાષ્‍ટ્રોનો સમુચિત વિકાસ થાય તે રહેલ છે.

આઇ.પી. બ્‍યુરો ઓફ વુમનના સભ્‍ય તરીકે સંસદસભ્‍યશ્રી પૂનમબેન માડમ મીટીંગમાં ઉપસ્‍થિત રહેશે અને બ્‍યુરોની ભવિષ્‍યની એકટીવીટી શું હોવી જોઇએ તે અંગેના તેમના મંતવ્‍યો રજુ કરશે.

(12:53 pm IST)